Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જીતની ખુશી : ચૂંટણી જીતનાર પતિને પત્નીએ ખંભે બેસાડી વિજય સરઘસ

પૂણેની પાળૂ ગ્રામ પંચાયતની ચૂંટણીના એક ઉમેદવારનું વિજય-સરઘસ સોશ્યલ મીડિયા પર ખુબ ગાજયું છે. આ સરઘસમાં પત્ની પોતાના વિજયી પતિને ખભે ઉંચકીને આખા ગામમાં ફરે છે. કોરોના વાઇરસને લીધે જિલ્લા પ્રશાસને વિજયની ઉજવણીમાં પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે એટલે વિજેતા પતિ સંતોષ ગુરવેને પત્ની રેણુકાએ બહુ લોકોને ભેગા ન કરીને પોતાના ખભે ઉંચકી લીધો હતો. અને આખા ગામમાં ફેરવ્યો હતો.

(11:43 am IST)