Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ચીનની પોલ ખુલી : ગુપ્ત કેમેરાનો ખુલાસો

ચીનના ડોકટરો જાણતા હતા કે કેટલો ખતરનાક વાયરસ છે કોરોના પણ તેમને જુઠ્ઠુ બોલવા કહેવાયુ

બીજીંગ તા. ૨૦ : કોરોનાવાયરસ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી તેની પાછળ ચીનનો હાથ હોવાની ચર્ચાઓ વિશ્વભરમાં થતી આવી છે. તેમજ ચીનનો હાથ હોવાનું વિશ્વભરના લોકો જણાવતા આવ્યા છે ત્યારે વધુ એક વખત ચીનની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે.કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ચીનની ભારે વગોવણી થઈ છે. જોકે ચીન સતત એક જ રટણ કરી રહ્યો છે કે તેને કોરોના વાયરસને લઈને મહત્વપૂર્ણ જાણકારીઓ વિશ્વને આપી હતી.

જોકે એક નવી ડોકયુમેન્ટ્રીમાં ઘણી બધી એવી જાણકારીઓ સામે આવી રહી છે જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ચીને કોરોના વાયરસને લઈને માત્ર જુઠ્ઠાણા ચલાવ્યે રાખ્યા હતાં. Outbreak: Virus that shook the world નામની આ ડોકયુમેટ્રીમાં વુહાનના કેટલાક મેડિકલ પ્રોફેશનલ્સ નજરે પડે છે. આ લોકોના સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે અને તેઓ સ્પષ્ટ પણે કહે છે કે, તેમને એ ખબર હતી કે કોરોના વાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે પરંતુ તેમણે આ બાબતે જુઠ્ઠુ બોલવા કહેવામાં આવ્યું હતું. આ ડોકયુમેન્ટ્રીમાં એક ભાગમાં એક હેલ્થ પ્રોફેશનલ કહે છે કે, ડિસેમ્બર ૨૦૧૯ના અંતમાં મારા એક સંબંધીનું કોરોનાના કારણે મોત થયુ હતું. તેમની સાથે જે લોકો રહી રહ્યાં હતાં તેઓ પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતાં. જેથી અમને એ વાતની ચોક્કસ જાણકારી છે કે, આ વાયરસ કેટલી હદે ખતરનાક છે.

આ ઉપરાંત આ લોકોને એ પણ ખબર હતી કે આ વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં પણ ફેલાઈ શકે છે. એક મેડિકલ પ્રોફેશનલ્સના નિવેદન પ્રમાણે, અમને ખબર હતી કે વાયરસ એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ટ્રાન્સમિટ થઈ શકે છે પણ જયારે અમે હોસ્પિટલમાં બેઠકમાં હાજર હતાં તો અમને કહેવામાં આવ્યું હતું કે, અમારે આ મામલે કોઈ જ વાત કરવાની નથી. પ્રંતના લિડર્સે હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતાં કે, તેઓ આ મામલે કોઈને પણ જાણકારી ના આપે. જોકે હોસ્પિટલનો સ્ટાફ એ વાત બરાબર જાણતો હતો કે, આ ડેડલી વાયરસથી લોકોને સાવચેત કરવા જોઈએ અને નવા વર્ષની ઉજવણી પણ ટાળવી જોઈએ પણ ચીની પ્રશાસન ખુબ જ ધામધુમથી નવા વર્ષની ઉજવણી કરવા માંગતુ હતું.

(10:25 am IST)