Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

આર્થિક સંકટે મોઢુ ફાડયું: અમેરિકામાં ‘શટડાઉન’ની નોબત

અમેરિકી અર્થતંત્રને ‘ટાઢીયો તાવ’: જા બંને ગૃહોમાં આર્થિક ખરડો પસાર નહિ થાય તો અનેક સરકારી વિભાગો બંધ કરવા પડશેઃ લાખો લોકો બેરોજગાર બનશેઃ દેશ ‘દેવાળીયો’ થાય તેવી શક્યતાઃ પાંચ વર્ષમાં બીજીવાર ઉભી થઇ ખરાબ સ્થિતિઃ મુશ્કેલીમાંથી બહાર નીકળવા ધમપછાડા

વોશિંગ્ટન તા. ૨૦ : અમેરિકામાં સરકારની સામે એક મોટું આર્થિક સંકટ ઉભું થયું છે. પાંચ વર્ષમાં આ બીજા મોકો છે. જ્યારે અમેરિકાને આ સમસ્યાનો સામનો કરવો પડયો છે. જાણવામાં આવી રહ્નાં છે કે, સરકારી ખર્ચા અંગે લાવેલા મહત્વપૂર્ણ આર્થિક બિલને અમેરિકન પાર્લામેન્ટમાં મંજુરી મળી નથી. જેના કારણે સરકારે શટડાઉનની સ્થિતિની ઘોષણા કરવી પડી. અહેવાલો એવા છે કે, આવી સ્થિતિ આવવા પર અમેરિકાને કેટલાક સરકારી વિભાગોને બંધ કરવા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યા એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળને ૧ વર્ષ પુરૂં થઇ ગયું છે. બીજી બાજુ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન આ સમસ્યા માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્ના છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં એન્ટી ડેફિશિએન્સી એકટ લાગુ છે, જેમાં ફંડની અછતને કારણે સંઘીય એજન્સીઓને પોતાનું કામકાજ રોકવું પડયું છે. બીજી બાજુ સરકાર ફંડને પહોંચી વળવા માટે એક સ્ટોપગેપ ડીલ લાવતી જેનાથી અમેરિકાની પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં પસાર કરાવવું જરૂરી હોય છે. આ બિલ અમેરિકાની પ્રતિનિધિ સભામાંથી તો પસાર થઇ ગયું હતું પરંતુ સેનેટમાં તેના પર ચર્ચા દરમિયાન રાતના ૧૨ વાગી ગયા અને બિલ અટકી ગયું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઓફિસે આ અંગે જાહેર કરેલા નિવેદનમાં ડેમોક્રેટસ સાંસદોને આ સંકટ માટે જવાબદાર ગણાવ્યા છે.

આ શટડાઉનની અસર સોમવારે જાવા મળશે. જ્યારે અનેક વિભાગોના કર્મચારી પોતાના કામ પર જઇ શકશે નહી અને પગાર વગર ઘરે જ બેસવું પડશે. એક અંદાજ લગાવાય રહ્ના છે કે, તેનાથી અંદાજે ૮ લાખ સરકારી કર્મચારીઓને ઘરે બેસવું પડશે. ફકત અત્યંત આવશ્યક સેવાઓને જ ચાલુ રખાશે.

અગાઉ ૨૦૧૩માં અમેરિકાને શટડાઉનનો સામનો કરવો પડયો હતો. ઓફિસ ઓફ મેનેજમેન્ટ ઓફ બજેટના ડાયરેકટર મિલ મુલવાને જણાવ્યું, અમે પ્રયત્નો કરી રહ્ના છીએ કે શટડાઉનના પ્રભાવ ૨૦૧૩ના મુકાબલો ઓછામાં ઓછો રહે. અમે અલગ રીતે આ શટડાઉનને મેનેજ કરીશું.(૨૧.૨૭)

(2:58 pm IST)