Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ઝોમેટોની ટેકઅવે સર્વિસઃ રેસ્ટોરાં પાસેથી કમિશન નહીં લે

ટેકઅવે સર્વિસથી રેસ્ટોરાને વધારાનો લાભ થશે રેસ્ટોરાઓને ડિલીવરી અને ટેકઅવે, એમ બે વિકલ્પ અપાશે

નવી દિલ્હી તા. ૧૯ : વધુમાં વધુ લોકો રેસ્ટોરામાંથી ઓનલાઇન ખાવાના ઓર્ડર આપી શકે એ માટે ફુડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોએ કહ્યું છે કે તે એના રેસ્ટોરાં ભાગીદારોને ટેકઅવે સર્વિસ મફતમાં ઉપલબ્ધ કરાવશે. અમે કોઇ પણ કમિશન ચાર્જ નહી કરીએ અને બધા ટેકઅવે ઓર્ડર પર પેમેન્ટ ગેટવે ચર્જીસ જતા કરી દઇશું એમ ઝોમેટોએ એના બ્લોગમાં કહ્યું છે.

કંપનીએ કહ્યું છે કે કોવિડ રોગચાળા પૂર્વે ફુડ ડિલવરી બિઝનેશમાં એનો જીએમવી આંક (ગ્રોસ મર્કેન્ડાઇઝ વેલ્યુ) ૧૧૦ ટકા હતો. દેશભરમાં પપ,૦૦૦ થી વધુ રેસ્ટોરાં અમારી ટેકઅવે, સેવા મેળવી રહી છે. અને સાપ્તાહિક ધોરણે આ પ્રકારે અમે આવા ઓર્ડર લઇને લાખો લોકો સુધી ખાવાનું પહોંચાડીએ છીએ, એમ કંપનીએ જણાવ્યું હતું. આ ટેકઅવે સર્વિસથી રેસ્ટોરાંને વધારાનો લાભ થશે. રેસ્ટોરાંઓને ડીલીવરી અને ટેકઅવે, એમ બે વિકલ્પ અપાશે. ગ્રાહકો દ્વારા ઝોમેટો એપ પરથી ફુડ ઓર્ડર કરી શકશે, ટેકઅવે વિકલ્પમાં ઓર્ડર કરવામાં આવેલા ફુડની ડિલીવરી ઝોમેટોનો ડિલીવરી બોય નહી કરે. બલકે ગ્રાહક ખુદ  રેસ્ટોરામાં જઇને પોતાનો ઓર્ડર પિકઅપ કરશે. આના માટે ઝોમેટો રેસ્ટોરાં પાસેથી કોઇ કમિશન નહી લે અને પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહી વસુલે આનાથી રેસ્ટોરાંનું વેચાણ વધશે અને એને નફો વધુ થશે.

કંપનીએ કહ્યું છે કે માર્ચમાં લોકડાઉન લાગુ થયા પછી એણે ૧૩ કરોડથી વધુ ઓર્ડરની ડિલીવરી કરી છે અને ફુડ અને પેકેજિંગના માધ્યમથી કોવિડ-૧૯ નો એક પણ કેસ નોંધાયો નથી ઓવરઓલ ફુડ ડિલીવરી સર્વિસ ઇન્ડસ્ટ્રી હજી સંપૂર્ણ રીતે રિકવર નથી થઇ તે જતા છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓર્ડર વોલ્યુમની સાથે ર૦૦ ટકાથી વધુ વૃદ્ધિની સાથે અમારો એપ પર ટેકઅવેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

(12:01 pm IST)