Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

''વાહન ભઇ વાહ'' આનુ નામ એકતા : ભારતના પૂર્વોતર રાજય નાગાલેન્ડમાં એક પક્ષ સતાનું સંચાલન કરશે : તમામ વિરોધ પક્ષોએ સરકાર ચલાવાવનો નિર્ણય કર્યો કોઇ વિરોધ પક્ષ નહિ !!

કોહિમા: ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં હવે સત્તા સંચાલનનું નવું સ્વરૂપ અમલમાં આવ્યું છે. અહીં સત્તા પક્ષ અને વિપક્ષના તમામ પક્ષોએ  ભેગા મળીને સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેને યુનાઈટેડ ડેમોક્રેટિક અલાયન્સ (UDA) નું નામ અપાયું છે. આ રીતે હવે પ્રદેશમાં વિપક્ષ વગર સરકાર ચાલશે.

સીએમ નેફિયુ રિયોનના નેતૃત્વમાં નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષોએ શનિવારે હાથ મિલાવી લીધો. સાથે મળીને કામ, સત્તા ચલાવવાના સંકલ્પ સાથે જ સર્વપક્ષીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ અપાયું. સીએમ રિયોએ ટ્વીટ કરીને યુનાઈટેડ ડેમોક્રેટિક અલાયન્સની રચનાની જાણકારી આપી. જેમાં NDPP, NPF, ભાજપ અને અપક્ષ ધારાસભ્ય સામેલ છે.

તમામ પક્ષોએ સામાન્ય સહમતિથી યુડીએ નામ સ્વીકાર્યું. સરકારના પ્રવક્તા નીબા ક્રોનુએ જણાવ્યું કે તમામ ધારાસભ્ય સંયુક્ત સરકારની રચના માટે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખશે. જુલાઈમાં વિપક્ષી દળ NPF એ નાગા મુદ્દાના રાજનીતિક ઉકેલ માટે પ્રસ્તાવ પ્રસાર કર્યો હતો.

અત્રે જણાવવાનું કે રિયોની પાર્ટી એનડીપીપીએ 2018 નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને 18 સીટો તેમણે જીતી જ્યારે ભાજપે 12 બેઠકો જીતી હતી.

(2:40 pm IST)