Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજૌરીમાં જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ-કાશ્મીરમાં ૩ આતંકીઓની ધરપકડ : રોકડ - વિસ્ફોટકો જપ્ત

શ્રીનગર તા. ૧૯ : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને વધુ એક સફળતા મળી છે. આજે જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોયેબાના ૩ આતંકવાદી ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે દેશને આતંકવાદીઓથી મુકત કરાવવા માટે સુરક્ષાદળના જવાનોએ જમ્મુ કાશ્મીરમાં સફાઈ અભિયાન હાથ ધર્યુ છે.

જમ્મૂ કશ્મીરમાંથી લશ્કરના ૩ આતંકીને ઝડપી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે. લશ્કર-એ-તૈયબાના ૩ આતંકીઓની ધરપકડ કરી છે. સુરક્ષાદળોએ રાજૌરી જિલ્લામાંથી તેમની ધરપકડ કરી છે. ઝડપાયેલા આતંકીઓ પાસેથી ૨ AK-56,૨ પિસ્તોલ, ૪ ગ્રેનેડ મળ્યા છે. તેમજ આતંકીઓ પાસેથી રૂ.૧ લાખની રોકડ પણ મળી આવી છે.

(2:34 pm IST)