Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જમ્મુ કાશ્મીર માટે કેન્દ્રનું મોટુ એલાન : 8750 કરોડનું આર્થિક પેકેજ જાહેર

વીજળી-પાણીના બિલમાં 50 ટકાની છૂટ: . 2021 માર્ચ સુધી સ્ટેમ્પ ડ્યુટીને મુક્તિ: છ મહિના માટે લોન પરના વ્યાજમાં 5% છૂટ

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કેન્દ્ર શાસિત ક્ષેત્ર માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. કોરોના વાયરસ લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓ અને નાના વેપારીઓને 1,350 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. સામાન્ય લોકોને રાહત આપવા માટે, એક વર્ષ માટે વીજળી-પાણીના બિલમાં 50 ટકાની છૂટની ઘોષણા કરવામાં આવી છે. 2021 માર્ચ સુધી સ્ટેમ્પ ડ્યુટીને મુક્તિ આપવામાં આવી છે.

ઉપરાજ્યપાલે શનિવારે આ રાહતોની ઘોષણા કરી અને કહ્યું કે આ પેકેજ કેન્દ્ર સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર પેકેજથી અલગ છે. એલજીએ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં દરેક ઉદ્યોગપતિને આગામી છ મહિના માટે લોન પરના વ્યાજમાં 5% છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક મોટી રાહત છે અને તે રોજગાર પેદા કરવામાં મદદ કરશે.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે ક્રેડિટ કાર્ડ યોજનામાં મહત્તમ 1 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 2 લાખ કરી દેવામાં આવી છે. આ સિવાય વ્યાજ પર 7% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીર બેંકમાં 1 ઓક્ટોબરથી યુવા અને મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવશે. પર્યટન ઉદ્યોગમાં કાર્યરત લોકોને મદદ કરવા માટે જમ્મુ-કાશ્મીર બેંકમાં આરોગ્ય-પર્યટન યોજનાની જાહેરાત કરવામાં આવશે.

(1:30 pm IST)