Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર મળી જીવથી મારી નાખવાની ધમકી

વાનખેડેએ પોલીસને ફરિયાદ કરી તપાસ કરવા કહ્યુ : 14 ઓગસ્ટે ટ્વિટર એકાઉન્ટમાં બનાવવામાં આવ્યુ અને તેના દ્વારા જ વાનખેડેને ધમકી અપાઈ

મુંબઇ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. અમનનામના ટ્વિટર હેન્ડલે 14 ઓગસ્ટે સમીર વાનખેડેને મેસેજ કર્યો હતો. મેસેજમાં વ્યક્તિએ લખ્યું, “તમે જાણો છો કે તમે શું કર્યું છે, તમારે આ માટે ભોગવવું પડશેતમને ખતમ કરી દેવાશે”. આ પછી સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસનો સંપર્ક કર્યો અને તેઓ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. ગઈ કાલ ગુરુવારે સમીર વાનખેડેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

સમીર વાનખેડેએ મુંબઇ પોલીસને જણાવ્યુ કે તેમણે સોશિયલ મીડિયા દ્વારા જીવથી મારવાની ધમકી મળી છે. પોતાની ફરિયાદમાં એનસીબીના પૂર્વ જોનલ ડિરેક્ટરે મુંબઇ પોલીસને જણાવ્યુ કે જે એકાઉન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેને 14 ઓગસ્ટે જ બનાવવામાં આવ્યુ હતુ.

અમન નામના ટ્વિટર એકાઉન્ટ તરફથી મળેલા મેસેજમાં તેમણે લખ્યુ કે તમને ખબર નથી તમે શું કર્યુ છે, તેનો હિસાબ તમારે આપવો પડશે. આઇઆરએસ અધિકારી વાનખેડેએ જણાવ્યુ કે તે બાદ વ્યક્તિએ લખ્યુ, તમને મારી નાખીશુ.

સોશિયલ મીડિયા પર મળેલી ધમકી બાદ સમીર વાનખેડેએ મુંબઇના ગોરેગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે સમીર વાનખેડેના નિવેદનને દર્જ કરી લીધુ છે. તે બાદ હવે ગોરેગાવ પોલીસ ફરિયાદ દર્જ કરવાની પ્રક્રિયા કરી રહી છે. વાનખેડેએ પોલીસને જણાવ્યુ કે જે ટ્વિટર એકાઉન્ટ પરથી ધમકી મળી છે તે એકાઉન્ટના ઝીરો ફોલોવર હતા અને શંકા છે કે આ એકાઉન્ટને ધમકી આપવા માટે જ બનાવવામાં આવ્યુ હતુ.

(7:44 pm IST)