Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

બિલકીસ બાનો કેસમાં 6 હજારથી વધારે લોકોનો સુપ્રીમ કોર્ટને આગ્રહ : આરોપીઓની સજા માફ ન કરવા માંગ કરી

11 લોકોની સજા માફ કરવાથી તે પ્રત્યેક દુષ્કર્મ પીડિતા પર હતોત્સાહિત કરનાર પ્રભાવ પડશે, જેમણે ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ મૂક્યો : સંયુક્ત નિવેદન

 

નવી દિલ્હી : 2002ના બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે 2002 બિલ્કીસ બાનો કેસમાં દુષ્કર્મ અને હત્યાના દોષિત 11 પુરૂષોની સજાની માફીને પાછી ખેંચી લેવા માટે પાયાના કાર્યકરો અને મહિલાઓ અને માનવાધિકાર કાર્યકરો સહિત 6,000 થી વધુ નાગરિકોએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે.

 

 

એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ગેંગ રેપ અને હત્યાના દોષી 11 લોકોની સજા માફ કરવાથી તે પ્રત્યેક બળાત્કાર પીડિતા પર હતોત્સાહિત કરનાર પ્રભાવ પડશે, જેમણે ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ કરવા, ન્યાયની માંગ કરવા અને વિશ્વાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

નિવેદન જારી કરનારાઓમાં સૈયદા હમીદ, જફરૂલ ઈસ્લામ ખાન, રૂપ રેખા દેવકી જૈન, ઉમા ચક્રવર્તી, સુભાષિની અલી, કવિતા કૃષ્ણન, મૈમૂના મુલ્લા, હસીના ખાન, રચના મુદ્રાબાઈના, શબનમ હાશમી અને અન્ય સામેલ છે. નાગરિક અધિકારી સંગઠનોમાં સહેલી વૂમન્સ રિસોર્સ સેન્ટર, ગમન મહિલા સમૂહ, બેબાક ક્લેક્ટિવ, ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વૂમન્સ એસોસિએશન, ઉત્તરાખંડ મહિલા મંચ અને અન્ય સંગઠન સામેલ છે.

નિવેદનમાં માંગ કરવામાં આવી છે કે સજા માફ કરવાનો નિર્ણય તત્કાલ પરત લેવામાં આવે. કહેવામાં આવ્યું છે કે, હત્યા અને રેપના આ આરોપીઓને સજા પૂરી કરવાથી પહેલા છોડી મૂકવામાં આવતા મહિલાઓના પ્રતિ અત્યાચાર કરનારા બધા પુરૂષોના મનમાં (દંડ આપવાનો ભય) ખત્મ થઈ જશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, “અમે માંગ કરીએ છીએ કે ન્યાય વ્યવસ્થામાં મહિલાઓના વિશ્વાસને પુન:સ્થાપિત કરવામાં આવે. અમે આ 11 આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને તત્કાલ પરત લેવા અને સંભળાવેલી ઉંમર કેદની સજા પૂરી કરવા માટે જેલમાં મોકલવાની માંગ કરીએ છીએ.સજા માફી નીતિ હેઠળ ગુજરતા સરકાર દ્વારા 11 આરોપીઓને રિહાઇની અનુમતિ આપ્યા પછી તેઓ 15 ઓગસ્ટે ગોધરા જેલમાંથી બહાર આવી ગયા છે. આ આરોપીઓએ જેલમાં 15 વર્ષથી વધારે સમય વિતાવ્યો છે.

મુંબઈની એક વિશેષ સીબીઆઈ અદાલતે 21 જાન્યુઆરી 2008માં આ 11 આરોપીઓને સામૂહિક બળાત્કાર અને બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના આરોપમાં ઉંમર કેદની સજા સંભળાવી હતી. બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. જ્યારે બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે તે 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલાઓમાં તેની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.

(7:41 pm IST)