Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

10 બાળકો પેદા કરો અને મેળવો 13 લાખનું ઈનામ, પુતિનની જાહેરાત બાદ વિવાદ

મહિલાઓને મળશે 'મધર હિરોઈન' એવોર્ડ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની વસ્તી વધારવા માટે એક અનોખી ઓફરની જાહેરાત કરી છે. પુતિનની આ જાહેરાત હેઠળ વધુ બાળકોને જન્મ આપશે તે મહિલાઓને પુરસ્કાર આપવામાં આવશે, આ સાથે તેમનું સન્માન પણ કરવામાં આવશે. તેમની જાહેરાત બાદ લોકો અનેક પ્રકારના સવાલ ઉઠાવી રહ્યા છે.
વાસ્તવમાં રાષ્ટ્રપતિ પુતિનની સામે રશિયાની વસ્તીને લઈને મોટી ચિંતા છે. દેશની વસ્તી સતત ઘટી રહી છે. તેથી આ સંકટનો સામનો કરવા માટે પુતિને વધુ બાળકોને જન્મ આપવા બદલ મહિલાઓને પુરસ્કાર આપવાની યોજના બનાવી છે. 10 બાળકને જન્મ આપનાર મહિલાને એક અબજ રુબલ એટલે કે લગભગ 13 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
મહિલાઓને 'મધર હિરોઈન' એવોર્ડ મળશે
પુતિને જાહેરાત કરી છે કે જે મહિલા 10 બાળકોને જન્મ આપશે તેમનેએક અબજ રુબલનું ઈનામ સાથે 'મધર હીરોઈન' એવોર્ડ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ એવોર્ડ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 1991માં સોવિયત સંઘના તૂટ્યા બાદ રશિયાએ આ એવોર્ડ આપવાનું બંધ કરી દીધું હતું.

 

(12:47 pm IST)