Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દેશમાં ૨૪ કલાકમાં ૧૫ હજારથી વધુ કેસો નોંધાયાઃ જાપાનમાં ૨ લાખ ઉપર, દ.કોરિયામાં પોણા બે લાખ અને અમેરિકામાં સવા લખા આસપાસ નવા કોરોના કેસો સાથે કાળમુખા વાયરસનો આતંક યથાવત ચાલુઃ દેશમાં શરદી,કફ, તાવ, અને ઉધરસના કેસોનો રાફડો ફાટયો

નવી દિલ્‍હીઃ ન્‍યુઝ ફર્સ્‍ટના અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશના થોડી-થોડી વધ-ઘટ સાથે ૧૫,૭૫૪ નવા કોવિડ-૧૯ કેસો નોંધાયા છે. જ્‍યારે રાબેતા મુજબ ૪૦ આસપાસ (૩૯) મૃત્‍યુ નોંધાયા અને ૧૫,૨૨૦ સાજા થયા છે.

વિશ્વને સતત કોરોનાને ભરડો ચાલુ રહ્યો છે. જાપાનમાં ૨,૦૮,૪૮૩ નવા કેસ સાથે દક્ષિણ કોરિયામાં ૧,૭૮,૪૮૦, અમેરિકા ૧,૧૭,૫૧૯, રશિયા ૩૫,૮૦૯, ઇટાલી ૨૭૨૯૧, ફ્રાન્‍સ ૨૩,૬૦૫,તાઇવાન ૨૩૪૨૫, બ્રાઝિલ ૨૨,૧૬૭, ઓસ્‍ટ્રેલિયા ૧૯,૭૧૮, અમેરિકાના ટેકસાસમાં ૯,૭૧૪ ફલોરિડામાં ૬,૨૦૦ ન્‍યુયોર્કમાં ૫,૩૯૪ અને ન્‍યુજર્સીમાં નવા કોરોના કેસ નોંધાયા છે.

જ્‍યારે હોંગકોંગમાં ૬,૦૫૪, સિંગાપોર ૩,૫૫૩,થાઇલેન્‍ડ ૨,૧૪૩, ચીન ૨,૦૫૭, યુએઇ-દુબઇમાં ૭૦૩ અને સાઉદી અરેબીયામાં ૯૭ નવા કોરોના કેસ થયા છે

આપણા દેશમાં કોરોના સિવાય વાયરલ કેસો, તાવ, શરદી, કફ, ઉધરસના કેસોના રાફડો ફાટયો છે.

 

(12:42 pm IST)