Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અનેક સ્થળે યલો અને રેડ એલર્ટ

મેઘરાજાએ ધડબડાટી બોલાવી : દેશભરમાં મધ્યમથી ભારે વરસાદ

કેટલાક રાજયોમાં સોમવારે વરસાદ પડતાની સાથે ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો દમ લીધો હતો

નવી દિલ્હી, તા.૧૯: આખરે ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ ફરી ગતિ પકડી છે. જેના પ્રભાવ હેઠલ દેશભરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. દિલ્લી સહિત અનેક રાજયોમાં સોમવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ પ્રથમ વરસાદ થવાના કારણે લાંબા સમયથી ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૭૨  કલાક સુધી દિલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે પૂર્વીય રાજસ્થાન, જમ્મુ કશ્મીર તેમજ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો પશ્યિમી ઉત્તરપ્રદેશ, પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટક માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ સિવાય હવામાન વિભાગ દ્વારા દેશના બાકીના વિસ્તારો માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા સમયાંતરે પસંદ કરેલા રંગોને આધારે ચેતવણીઓ આપવામાં આવે છે. રેડ એલર્ટમાં, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા ગંભીર પરિસ્થિતિમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. રેડ એલર્ટ એટલે કે હવે જાનમાલની સલામતીનો વિચાર કરવાનો સમય આવી ગયો છે.  આ ચેતવણી પછી કોઈ વાર ડેન્જર ઝોનમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવે છે અને હવામાન પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. મધ્યમથી ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કરવામાં આવે છે.  જો હવામાન વિભાગ

દ્વારા  ઓરેંજ અલર્ટ જાહેર કરવામાં આવે, તો તેનો અર્થ એ છે કે હવે તમારે ખરાબ હવામાન માટે તૈયાર રહેવાની અને સજ્જ થવાની જરૂર છે. યલો અલર્ટ ઓછાથી મધ્યમ વરસાદની ચેતવણી આપે છે.

દિલ્લી અને મુંબઈ જેવા શહેરોને હવામાનની લપડાક પડી રહી છે . દિલ્લી અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદના કારણે સડકો પણ પાણી ભરાઈ આવ્યા હતા. ટ્રાફિક જામ પણ થઈ ગયા હતા. આવી જ કૈંક સ્થીતી ગુજરાતનાં અમુક વિસ્તારોમાં જોવા મળી હતી. વલસાડમાં ઉમરગામમાં ૨૩૨ મિમી વરસાદ નોંધાયો હતો. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં સડકો પર ઘૂંટણો  સુધી પાણી ભરાઈ ગયા હતા. હજુ આવતીકાલ સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.  આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ૨૧ જુલાઇ સુધી સમુદ્રના કિનારે ન જવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

પહેલી જૂનથી શરૂ થયેલ ચોમાસાની અસર દેખાતા દેશમાં હજૂ સુધી ૮% થી ઓછો વરસાદ પડી ચૂકયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર માહિતી મુજબ પહેલીથી ૧૮મી જુલાઈ સુધી રાજસ્થાનમાં ૨૭%, દિલ્લીમાં ૪૩%, પંજાબમાં ૩૫%, ઉત્તર પ્રદેશમાં ૨૦ ટકા અને હરિયાણામાં ૨૨ ટકા ઓછો વરસાદ થયો છે.

પરંતુ રવિવારથી આખા ઉત્ત્।ર ભારતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતા અને આગામી બે દિવસની આગાહી જોતા એમ કહી શકાય કે ચોમાસામાં વરસાદનો અભાવ આ અઠવાડિયામાં પૂરો થઈ શકે છે.

(3:59 pm IST)