Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો : હું ઈચ્છું છું કે વિપક્ષના નેતાઓ આકરામાં આકરો સવાલ પૂછે : નરેન્દ્રભાઈ

સંસદની કાર્યવાહી પહેલા પીએમનું સંસદ પરિસરમાંથી સંબોધન

નવી દિલ્હી,તા. ૧૯: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. તથા સદનની કાર્યવાહી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક ૧૧ વાગે એક જ સમયે શરૂ થઈ. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન અનેક બિલ પાસ કરાવવાના એજન્ડા સાથે સદનમાં આવશે જયારે વિપક્ષ પણ કોવિડ-૧૯ની બીજી લહેરને પહોંચી વળવામાં સરકારની કામગીરી, પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો અને ખેડૂત આંદોલનના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.

સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો. અત્યાર સુધીમાં ૪૦ કરોડ લોકો કોરોનામાં બાહુબલી બની ચૂકયા છે. આ મહામારીએ સમગ્ર માનવ જાતિને ઝપેટમાં લીધી છે. આપણે ઈચ્છીએ છીએ કે આ સત્રમાં સાર્થક ચર્ચા થાય. જેથી કરીને મહામારી સામેની લડતમાં નવાપણું આવી શકે. મેં તમામ ફ્લોર લીડર્સને આગ્રહ કર્યો છે. અમે સદનમાં પણ ચર્ચા ઈચ્છીએ છીએ અને બહાર પણ. હું ઈચ્છું છું કે વિપક્ષના નેતાઓ આકરામાં આકરો સવાલ પૂછે.ઙ્ગ

સંસદમાં પેગાસુસ હેકિંગનો મુદ્દો પણ ગૂંજશે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરાયો છે કે આ સોફ્ટવેરના ઉપયોગથી પત્રકારો અને એકિટવિસ્ટ્સના ફોન હેક કરાયા હતા. જેના ખુલાસા બાદથી રાજકીય ગરમાવો છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજયસભા બંને સદનોમાં આ વિષય પર ચર્ચાની માગણી કરાઈ છે અને સ્થગન પ્રસ્તાવ અપાયો છે.ઙ્ગ

સરકારે આ સત્ર દરમિયાન ૧૭ નવા બિલને રજુ કરવા માટે સૂચિબદ્ઘ કર્યા છે. જેમાંથી ૩ બિલ હાલમાં બહાર પાડેલા વટહુકમના સ્થાન પર લાવવામાં આવશે. જેમાંથી એક વટહુકમ ૩૦ જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા રક્ષા સેવાઓમાં સામેલ કોઈના પણ વિરોધ પ્રદર્શન કે હડતાળમાં સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે. જરૂરી રક્ષા સેવા અધ્યાદેશ ૨૦૨૧ આયુધ ફેકટરી બોર્ડ (OFB)ના પ્રમુખ સંધો દ્વારા જુલાઈના અંતમાં અનિશ્યિતકાળ હડતાળ પર જવાની ચેતવણીની પૃષ્ઠભૂમિમાં લાવવામાં આવ્યો છે. સંબંધિત સંદ્ય બ્જ્ગ્ ના નિગમીકરણના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.ઙ્ગ

લોકસભા દ્વારા ૧૨ જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ અધ્યાદેશનું સ્થાન લેવા માટે જરૂરી રક્ષા સેવા વિધેયક ૨૦૨૧ને સૂચિબદ્ઘ કરાયું છે. જયારે રાજધાની ક્ષેત્ર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં વાયુ ગુણવત્ત્।ા પ્રબંધન માટે આયોગ-૨૦૨૧ અન્ય વિધેયક છે જે વટહુકમની જગ્યાએ લાવવામાં આવશે.

(3:32 pm IST)