Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

PM મોદીએ કહયું: વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી

રાજયસભામાં વિપક્ષોનો હોબાળોઃ વડાપ્રધાન નવા પ્રધાનોનો પરિચય પણ કરાવી ન શકયા

નવી દિલ્હી, તા.૧૯: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત ભારે હોબાળાવાળી રહી. લોકસભામાં સોમવારના કોંગ્રેસ, ટીએમસી, બસપા અને અકાલી દળના સાંસદોએ મોંદ્યવારી, ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દાઓ પર નારેબાજી કરી અને ગૃહના વેલમાં પહોંચી ગયા. આનાથી પીએમ મોદી સરકારના નવા મંત્રીઓનો ગૃહમાં પરિચય ના કરાવી શકયા. હોબાળા બાદ લોકસભાને બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. રાજયસભા પણ દિલીપ કુમાર અને ખેલાડી મિલ્ખા સિંહને શ્રદ્ઘાંજલિ આપ્યા બાદ સ્થગિત કરવી પડી.

લોકસભામાં મંત્રીઓના પરિચય દરમિયાન હોબાળા પર પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને દ્યણી જ પીડા થઈ રહી છે. આજે આ ગૃહમાં મહિલાઓ જે મંત્રી બની છે, તેમનો પરિચય થઈ રહ્યો છે. આ કઈ મહિલા વિરોધી માનસિકતા છે. લાંબા સમય બાદ સંસદના આ સત્રમાં વિપક્ષ સરકારને મોંદ્યવારી, કોરોના મહામારી, ખેડૂત આંદોલન જેવા મુદ્દાઓ પર દ્યેરવાની રણનીતિ તૈયાર કરી ચૂકી છે. તો સંસદ સત્રના એક દિવસ પહેલા જ પેગાસસ સ્પાઈવેર દ્વારા હેકિંગના મામલાએ પણ સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, આજે ગૃહના પહેલા દિવસે વિપક્ષે જે કર્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. એક પરંપરા જે વર્ષોથી છે, આજે પહેલીવાર તોડવામાં આવી. મંત્રીમંડળના બદલાવને ગૃહથી પરિચિત કરાવવામાં આવે છે. તેમનાથી જોવાઈ ના શકયું કે વંચિત વર્ગના લોકોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલીવાર આદિવાસી અને મહિલા આટલી મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે. ગૃહમાં વિપક્ષે હોબાળો કર્યો. લોકશાહીનું અપમાન કર્યું છે.

વિપક્ષના લોકસભામાં હોબાળા પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, જયારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે અને નવા મંત્રીઓના શપથ થાય છે, ત્યારબાદ PM મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવે છે. PM એ પરંપરા નિભાવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસે હોબાળો કર્યો. આ નિંદનીય છે. ઉલ્લેખનીય છે કે સરકાર ચોમાસુ સત્ર દરમિયાન લગભગ ૩૦ બિલોને પાસ કરાવવાનો પ્રયત્ન કરશે.

(3:20 pm IST)