Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

૨૧મીથી ગુજરાતભરમાં મેઘરાજા ફરી દસ્તક દેશે

૨૨ થી ૨૫ જુલાઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૯: રાજયમાં હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ સારા સચામાર મળી રહ્યા છે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. જો કે જૂન બાદ ચોમાસું પાછું ખેંચાયું હતું પરતું જુલાઈમાં કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં સારો એવો વરસાદ થયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને વરસાદ ન થાય તો ખેડૂતોએ તૈયાર કરેલો પાક બગડી જવાની ભિતિ સેવાઈ રહી હતી એવામાં વરસાદને લઈ ફરી સિસ્ટમ્સ સક્રિય થતા ખેડૂતો હવે ચિંતા મુકત બન્યા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી ૨૧ જુલાઈથી વરસાદ પાછો દસ્તક દેશે અને સાથે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મેઘ મહેર થશે. ઉત્તર ગુજરાત અને સહિત સૌરાષ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જયારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા. બનાસકાંઠા સહિત અમદાવાદ,ગાંધીનગર જેવા શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદ રહેશે.

આગામી ૨૨ થી ૨૫ જુલાઈ સુધી રાજ્યમાં અને અનેક તાલુકાઓમાં જેવાકે તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અને આસપાસની પંથકમાં સારો એવો વરસાદ થઈ શકે છે. રાજ્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન કર્યું છે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ જામશે ૨૧ જુલાઈથી ફરી ચોમાસુ  સક્રિય થવાના એંધાણ આપ્યા છે. આગામી ૨૨ જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.

૨૨ થી ૨૫ જુલાઈ સુધીમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે.

જ્યારે ૨૨ થી ૨૫ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, આણંદમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી

 સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શકયતા

અમદાવાદ :હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તે સિવાયના સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.

(1:04 pm IST)