Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બ્રિટનમાં કોરોના નિયંત્રણો ઉઠાવી લેવાયાઃ માસ્ક વૈકલ્પિક

લંડન, તા.૧૯: બ્રિટિશ સરકારે દેશમાં કોરોના વાઇરસ રોગચાળાને લગતા તમામ નિયંત્રણો આજથી ઉઠાવી લીધા છે. મોઢા પર માસ્ક પહેરવાનું તેમ જ સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવાનું પણ હવે ફરજીયાત નહીં રહે. નિયંત્રણો ઉઠાવી લેવાથી રોગચાળો ફરી માથું ઉંચકશે અને કોરોનાના નવા વેરિએન્ટસનું નિર્માણ જોખમ છે એવી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હોવા છતાં બ્રિટિશ સરકારે આ નિર્ણય લીધો છેે.

રવિવાર, ૧૮ જુલાઇની રાતે ૧૧ વાગ્યાથી કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરજીયાત કેસ માસ્ક પહેરવાનું તથા વર્ક ફ્રોમ હોમના નિયમોનો અંત આવી ગયો છે. ગયા વર્ષના માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું ત્યાર પછી આ પહેલે જ વાર બ્રિટનમાં કોરોના નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવાયા છે. હવે નાઇટ કલબસ ફરી શરૂ કરી શકાશે. તે ઉપરાંત થિયેટરો અને સિનેમાગૃહોમાં પણ પૂરી ક્ષમતા સાથે શો ફરી શરૂ કરી શકાશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન જો કે એમના સાથી પ્રધાન સાજિદ જાવિદને કોરોના થતાં હોમ કવોરન્ટીન થયા છે. એમણે દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ સતર્ક રહે. કોરોના રસીકરણ દેશની જનતાને સુરક્ષિત રાખશે.

(11:40 am IST)