Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

હવે રૂપિયા ૯,૫૦૦ ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ મળશે

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

નવી દિલ્‍હી,તા. ૧૯ : તાજેતરમાં કેન્‍દ્રીય કર્મચારીઓની માંગને ધ્‍યાનમાં રાખીને સરકારે છેલ્લા મોંઘવારી ભથ્‍થાપરનો પ્રતિબંધ હટાવતાં ૧૧ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ મોંઘવારી ભથ્‍થું ૧૭ ટકા હતું જે હવે વધીને ૨૮ ટકા થઈ ગયું છે. તેનો અમલ ૧ જુલાઈ ૨૦૨૧ થી કરવામાં આવ્‍યો છે. મોંઘવારી ભથ્‍થામાં વધારાની સીધી અસર Transport Allowance પર પણ પડશે અને તેમાં પણ ઉછાળો જોવા મળ્‍યો છે.

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે Transport Allowance જુદા જુદા સ્‍તરોથી એક શહેરના આધારે બદલાય છે. દિલ્‍હી, અમદાવાદ, બેંગ્‍લોર, ગાઝિયાબાદ,  મુંબઇ, હૈદરાબાદ, જયપુર, પટના જેવા શહેરો ઉચ્‍ચ TPTA કેટેગરીમાં આવે છે. આ સિવાય બાકીના શહેરો Other Cities કેટરગ્રી હેઠળ આવે છે. TPTA અલગ અલગ લેવલના કર્મચારીઓ માટે નિર્ધારિત કરવામાં આવે છે, જેના આધારે કોઈ કર્મચારી માટે મળતાં ભથ્‍થામાં ઉમેરીને પરિવહન ભથ્‍થાની ગણતરી કરવામાં આવે છે.

Total Transport Allowance = TA + [(TA x DA% )/100] : ઉદાહરણ તરીકે હાઈ TPTA શહેરોમાં લેવલ ૧-૨ માટે TPTA રૂ. ૧૩૫૦, લેવલ ૩-૮ કર્મચારીઓ માટે રૂ ૩૬૦૦ અને લેવલ ૯ માટે તે રૂ. ૭૨૦૦ છે. હાલમાં DA ૧૭ ટકા હતું જે લેવલ ૧-૨ માટે ૨૩૦ રૂપિયા, ૩-૮ સ્‍તરના રૂ ૬૧૨ અને ઉપરના ૯ થી લેવલ માટે ૧૨૨૪ હતું. આ રીતે કુલ પરિવહન ભથ્‍થું રૂ ૧૫૮૦, રૂ ૪૨૧૨ અને ૮૪૨૪ રૂપિયા કરવામાં આવતું હતું.

જો મોંઘવારી ભથ્‍થું ૨૮ ટકા થાય છે તો કુલ મુસાફરી ભથ્‍થું રૂ. ૧૭૨૮, રૂ. ૪૬૦૮ અને ૯૨૧૬ થાય છે. આ રીતે માસિક ધોરણે મુસાફરી ભથ્‍થામાં રૂ .૧૪૯, ૩૯૬ અને ૭૯૨ રૂપિયાની ઉછાળો છે. વાર્ષિક ધોરણે આ કર્મચારીઓને રૂપિયા ૧૭૮૮, ૪૭૫૨ રૂપિયા અને ૯૫૦૪ રૂપિયા વધુ મળશે.

અન્‍ય શહેરો લેવલ ૧-૨ માટે TPTA ૯૦૦ રૂપિયા છે, ૩-૮ લેવલ માટે તે રૂ ૧૮૦૦ અને લેવલ ૯ અને તેથી ઉપરના રૂપિયા ૩૬૦૦ છે. હાલ ૧૭ ટકાના દરે DA ON TA. ૧૫૩, ૩૦૬ રૂપિયા અને ૬૧૨ રૂપિયા છે. આ રીતે કુલ મુસાફરી ભથ્‍થું રૂ ૧૦૫૩, ૨૧૦૬ અને ૪૨૧૨ રૂપિયા હતું.

મોંઘવારી ભથ્‍થામાં ૨૮ ટકાનો વધારો થયા પછી ડીએ પરનો ટી.એ. ૨૫૨, ૫૦૪ અને ૧૦૦૮ રૂપિયા થયો છે. કુલ મુસાફરી ભથ્‍થું વધીને રૂ. ૧૧૫૨, ૨૩૦૪ અને રૂ ૪૬૦૮ થઈ ગયું છે. અગાઉની તુલનામાં તે ૯૯ રૂપિયા, ૧૯૮ રૂપિયા અને ૩૯૬ રૂપિયા વધ્‍યો છે. વાર્ષિક ધોરણે, કક્ષાના ૧-૨ કર્મચારીઓને ૧૧૮૮ રૂપિયા, ૩-૮ કક્ષાના કર્મચારીઓને રૂપિયા ૨૩૭૬ અને ૯ અને તેથી વધુના અધિકારીઓને ૪૭૫૨ રૂપિયા વધુ મળશે.

 

(10:22 am IST)