Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટવાના એંધાણ : ઓપેક અને સાથી દેશો રવિવારે એક 'સંપૂર્ણ સહમતી' પર પહોંચ્યા : પાંચ ઓપેક / નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં વધારો કરશે.

અગાઉ આ દેશો વચ્ચેના વિવાદથી તેલની કિંમતો પર અસર થઈ હતી.

પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટવાના એંધાણ આવ્યા છે  ઓપેક અને સાથી દેશો રવિવારે એક 'સંપૂર્ણ સહમતી' પર પહોંચ્યા છે, જે હેઠળ પાંચ ઓપેક / નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં વધારો કરશે. અગાઉ આ દેશો વચ્ચેના વિવાદથી તેલની કિંમતો પર અસર થઈ હતી.


તેલ ઉત્પાદક અને નિકાસ કરનાર દેશો (ઓપેક) અને તેના ભાગીદાર ઉત્પાદક દેશોની ઓનલાઇન બેઠક પછી રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇરાક, કુવૈત, રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈની તેલ ઉત્પાદન મર્યાદામાં વધારો થશે. રશિયા પણ ઓપેકનો સાથી દેશ છે.

ઓપેક દેશોએ જણાવ્યું હતું કે ઓગસ્ટથી તે દર મહિને તેના ઉત્પાદનમાં દરરોજ 4,00,000 બેરલ વધારશે અને આમ હાલમાં લાગુ પડેલા 5.8 મિલિયન બેરલ / દિવસનો કાપ ધીમે ધીમે 2022 ના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે.

(12:00 am IST)