Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મહિનામાં જ માતાના વિરહમાં પુત્રીએ આત્મહત્યા કરી લીધી

કોરોનાથી થયું માતાનું મોત થયું હતું : માતાના મોતનો આઘાત સહન ન કરી શકનારી પુત્રીએ પણ માતાના મોતના એક મહિનામાં જંતુનાશક દવા પીધી

તેલંગાણા, તા.૧૮ :  કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે તેલંગણામાં એક પુત્રીએ કોરોનામાં પોતાની માતા ગુમાવી હતી. જોકે, માતાના મોતનો ભારે આઘાત સહન કરી શકનારી પુત્રીએ પણ માતાના મોતના એક મહિનામાં જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતી ઇન્ટરનો અભ્યાસ કરતી હતી. જોકે, કોરોના વાયરસની મહામારીના સમયમાં તે પોતાના ઘરે રહેતી હતી. મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના જયશંકર ભૂપલ્પલ્લી જિલ્લામાં રહેતા વીરસ્વામી પોતાની પત્ની વરલક્ષ્મી, પુત્રી ભવાની અને પુત્ર ચિતલા સાથે રહે છે. જોકે, વીર સ્વામીની પત્ની વરલક્ષ્મીનું એક મહિના પહેલા કોરોના વાયરસના કારણે દુઃખદ અવસાન થયું હતું.

જોકે, ભવાની પોતાની માતાના મૃત્યુ બાદ આઘાતમાં સરી પડી હતી. અને પોતાની માતાના મોતથી સતત દુઃખી રહેતી હતી. જોકે, માતા વિરહમાં ભવાનીએ શનિવારે ઘરની પાછળ જઈને જંતુનાશક દવા પી લીધી હતી.

પરિવારના સભ્યોને જાણ થતાં તેને તરત ચિત્તલ સરકારી હોસ્પિલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટોર તેને મૃત જાહેર કરી હતી. અંગે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે અંગે કેસ નોંધવામાં આવ્યો છે. મૃતકના પિતાની ફરિયાદના મુજબ તેની તપાસ કરવામાં આવી રહી છે. ભવાનીના પરિવાર સાથે ઘટેલી ઘટનાથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

(12:00 am IST)