Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સપા નેતા આઝમ ખાનને મોટી રાહત : સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન આપ્‍યા

નવી દિલ્‍હી, તા.૧૯: સપાના નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાનને આખરે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે આઝમ ખાનને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આઝમ ખાનને બે અઠવાડિયાની અંદર સંબંધિત કોર્ટ સમક્ષ નિયમિત જામીન માટે અરજી કરવાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે, સક્ષમ કોર્ટ દ્વારા નિયમિત જામીનનો નિર્ણય ન આવે ત્‍યાં સુધી વચગાળાના જામીન ચાલુ રહેશે.

આઝમ ખાન વિરુદ્ધ ૮૦થી વધુ કેસ નોંધાયેલા છે. તે છેલ્લા ઘણા મહિનાઓથી અલગ-અલગ મામલામાં સીતાપુર જેલમાં બંધ છે. આઝમ ખાનના વચગાળાના જામીન અંગે મંગળવારે કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્‍યો હતો.

સુપ્રીમ કોર્ટે આઝમ ખાનને વચગાળાના જામીન આપ્‍યા છે. કોર્ટે આઝમ ખાનને નિયમિત જામીન માટે કોર્ટમાં અરજી કરવા જણાવ્‍યું હતું. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨ હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આઝમ ખાનને વચગાળાના જામીન આપ્‍યા.

(4:14 pm IST)