Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વિશ્વ સમક્ષ સૌપ્રથમ બે યુએફઓના વિડીયો જાહેર : એકમાં ગોળ-બીજામાં ત્રિકોણ આકાર

પેન્‍ટાગોન દ્વારા આ બંને વિડીયો ખાનગી ફાઇલમાં રખાયેલ

વોશીંગ્‍ટન,તા. ૧૯ : અમેરિકી સંસદમાં રહસ્‍યમય યુએફઓને લઇને થયેલ સુનાવણીમાં રક્ષા વિભાગ પેન્‍ટાગોને વિશ્વ સમક્ષ પહેલીવાર બે વિડીયો જાહેર કર્યા છે.

આ વિડીયો ખુફીયા ફાઇલમાં બંધ હતા. વિડીયો વિમાનના કોકપીટ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્‍યા હતા. એક વિડીયોમાં આકાશમાં ગોળ આકૃતિ જ્‍યારે બીજામાં ત્રિકોણ આકૃતિવાળો પ્રકાશ દેખાય છે. પાયલોટે તેને નાઇટ વિઝન ચશ્‍મા દ્વારા જોયા હતા.

યુએફઓ ઉપર સુનાવણી કરી રહેલ સમિતિ સામે પેન્‍ટાગોનના ટોપ જાસુસી અધિકારી રોનાલ્‍ડ મૌલ્‍ટ્રી અને નેવીના જાસુસી વિભાગના નાયબ ડાયરેકટર સ્‍કોટ બ્રે એ નિવેદન નોંધાવ્‍યુ હતું.

લાઇવ સુનાવણીમાં પેન્‍ટાગોનના અધિકારીઓને પુછવામાં આવેલ કે તેઓ એલીયન્‍સ વિશે શું જાણે છે તો અધિકારીઓએ જણાવેલ કે અમને હાલ કશો ખ્‍યાલ નથી, પણ હોય શકે છે યુએફઓ એલીયન્‍સ સાથે જોડાયેલા હોય. અમે આ અંગે વધુ જાણવનો પ્રયાસ કરી રહ્યા છીએ.

(2:53 pm IST)