Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ફુગાવો ઉંચકાતા FMCG કંપનીએ ભાવો વધાર્યા : નથી વધાર્યા તેણે પેકેટ નાના કર્યા

બિસ્‍કીટ - સાબુ - નમકીન - કોસ્‍મેટિકસ વગેરેના ભાવોમાં ફેરબદલ

નવી દિલ્‍હી તા. ૧૯ : મોંઘવારીના કારણે ભારતમાં ખપતને ભારે અસર થઇ રહી છે. કાચા માલના ભાવવધારાના કારણે ફાસ્‍ટ મુવીંગ કન્‍ઝયુમર ગુડસ (એફએમસીજી) કંપનીએ પોતાના ઉત્‍પાદનોના ભાવો વધારી રહી છે એટલું જ નહીં તેઓ પોતાના પેકેટની સાઇઝ પણ ઘટાડી રહી છે.

તો સામે ગ્રાહકો પણ સાબુ, શેમ્‍પુ, ટુથપેસ્‍ટ, બીસ્‍કીટ વગેરે જેવી વસ્‍તુઓમાં ડાઉન ટ્રેડીંગ એટલે કે કાંતો સસ્‍તી વસ્‍તુઓ શોધી રહ્યા અથવા તો નાના પેકીંગ કરી રહ્યા છે.

જો કે ગ્રાહક મંત્રાલયે માર્ચમાં બહાર પાડેલ નોટીફીકેશન અનુસાર પેકેટ પર યુનીટ સેલ પ્રાઇસ દર્શાવવી કંપનીઓ માટે ફરજીયાત બનાવાઇ છે. જેના હેઠળ કંપનીઓએ એક કિલોગ્રામથી ઓછા વજનના પેકેટ પર પ્રતિગ્રામની કિંમત, એક કિલોગ્રામથી મવધારે વજનના પેકેટ પર પ્રતિ કિલોગ્રામની કિંમત દર્શાવવી જરૂરી છે. આવી જ રીતે એક લીટરથી ઓછા કદના પેકેટ પર પ્રતિ એમએલ અને એક લીટરથી મોટા પેકેટ પર પ્રતિ લીટરના ભાવો દર્શાવવા ફરજીયાત કરાયા છે.

(10:58 am IST)