Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પાટનગરના હાલ-બેહાલ

દિલ્હીમાં સ્થિતિ વણસીઃ માત્ર ૧૦૧ ICU બેડ ખાલીઃ ઓકસીજન માટે ભારે પડાપડી

નવી દિલ્હી, તા.૧૯: કોરના વાયરસના સંકટના કારણે દિલ્હીની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. દર રોજની સાથે નવા મામલાની સંખ્યા વધી રહી છે. દિલ્હીમાં લાગેલા પ્રતિબંધોની પણ કોઈ અસર નથી થઈ રહી. આ દરમિયાન રાજયમાં બેડ અને ઓકિસજનની ભાર અછત ચાલી રહી છે. રાજધાનીના અનેક હોસ્પિટલોમાં તો આઈસીયુ બેડ બિલકુલ ખતમ થઈ ગયા છે.

દિલ્હી સરકારની વેબસાઈટના મુજબ હજું દિલ્હીમાં ૧૮૧૩૦ બેડ છે. આમાંથી ૧૫૧૦૪ ભરાઈ ગયા છે. જયારે ૩૦૨૬ બેડ ખાલી છે. ત્યારે જો આઈસીયુ બેડની વાત કરીએ તો કુલ ૪૨૦૬માંથી ફકત ૧૦૧ આઈસીયુ બેડ ખાલી છે.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ૨૪ કલાકમાં આવેલા કેસ- ૨૫૪૬૨, ૨૪ કલાકમાં થયેલા મોત- ૧૬૧, પોઝિટિવિટી રેટ ૨૯.૬૪ ટકા, કુલ કેસની સંખ્યા- ૮,૫૩, ૪૬૦, પોઝિટિવ એકિટવ કેસની સંખ્યા- ૭૪, ૯૪૧, અત્યાર સુધીના કુલ મોત -૧૨, ૧૨૧

દિલ્હીમાં એકિટવ કેસની સંખ્યા વધવાના કારણે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે. હવે દિલ્હી સરકારે તમામ ખાનગી હોસ્પિટલો , નર્સિંગ હોમ અનેપોતાને ત્યાના ૮૦ ટકા બેડ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવા કહ્યુ છે.  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ચીઠ્ઠી લખી છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં ૭ હજાર બેડ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવે.  દિલ્હીમાં આઈસીયુ બેડ પુરી રીતે ખતમ થઈ ગયા છે. દિલ્હી સરકારની એપ પર હવે અનેક હોસ્પિટલોમાં ઝીરો બેડ છે. જેથી દિલ્હી સરકાર હવે સ્ટેડિયમ, મંદિરો, ખાલી ગ્રાઉન્ડને કોવિડ હોસ્પિટલમાં બદલી દેવામાં આવી રહ્યા છે.

(11:05 am IST)