Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ડ્રેગન ફ્રુટ હવે ગુજરાતમાં કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે કચ્છના ખેડૂતોની માંગ સ્વીકારતા મુખ્યમંત્રી રૂપાણી

વડાપ્રધાન મોદી પણ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની વાત કરી ચુક્યા છે

અમદાવાદ : મુખ્યામંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ પાડ્યુ છે. ડ્રેગન ફ્રુટ ગુજરાતમાં કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત કરી છે.કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ આપ્યું છે. સરકારે પણ આ ફળને કમલમ નામ આપી માન્યતા આપી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે

કચ્છમાં બાગાયત ખેતી કરતા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પણ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની વાત કરી ચુક્યા છે. કચ્છમાં 58,000 હેક્ટરમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ચીકુ, નાળિયર, જામફળ, જાંબુ, બોર સહિતના પાક લેવાય છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે

કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે.

(7:47 pm IST)