Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

૧૯ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, ૧૯૯૦ની સાલમાં આજના દિને ઓશોનું મહાપ્રયાણ થયું હતું. દિવ્ય ચેતના બ્રહ્મમાં વીલીન થઈ હતી. તેઓનું મૂળનામ ચંદ્ર મોહન જૈન હતું. ઓશોએ વિવિધ ધ્યાન પધ્ધતિ આપી છે, જે વિશ્વ પ્રસિધ્ધ થઈ છે. ઓશોએ અસંખ્ય વિષયો પર અનન્ય ચિંતન રજૂ કર્યું હતું.

પરાક્રમોના પર્યાય સમાન રાજવી- મહારાણા પ્રતાપે પણ આજે જીવનલીલા સંકેલી હતી. ૧૫૯૭ની સાલમાં આજના દિને તેઓનું નિધન થયું હતું.

૧૯૮૬માં આજના દિને પ્રથમ કોમ્પ્યુટર વાયરસ 'સી.બ્રેન' સક્રિય કરવામાં આવ્યો હતો.

૨૦૧૦માં આજના દિને પ.બંગાળ, બિહાર, ઓરિસ્સામાં બીટી રીંગણાનો જબ્બર વિરોધ ખેડૂતોએ કર્યો હતો. આ ત્રણ રાજયો દેશનું ૬૦ ટકા રીંગણા ઉત્પાદન કરે છે. જો કે વિરોધનું પરિણામ શૂન્ય રહ્યું હતું.

આજે બંગાળી ફિલ્મ અભિનેતા સૌમિત્ર ચેટરજીનો જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૩૫માં થયો હતો.

૧૯૬૬માં આજના દિને ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા હતા. લાલબહાદુર શાસ્ત્રીજીના અચાનક નિધન બાદ ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન હતા. નેતાપદ માટે કોંગ્રેસમાં ધમસાણ મચ્યું હતું. આંતરિક ચૂંટણી યોજવી પડી, જેમાં ઈન્દિરાજીને ૩૫૫ અને મોરારજી દેસાઈને ૧૬૯મતો મળ્યા હતા.

(3:01 pm IST)