Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

દુનિયાભરમાં સૌ પ્રથમ જોર્ડનમાં શરણાર્થીઓને કોરોના વેકસીન અપાઇ

સંયુકત રાષ્ટ્રએ જણાવ્યું છે કે દુનિયામાં જોર્ડન પહેલો એવો દેશ બન્યો કે જેણે પોતાના શરણાર્થીઓને કોરોના વેકસીન દેવાની શરૂઆત કરી છે. યુએનએચસીઆર એ શનિવારે એક માહીતીસભર બયાનમાં કહયું કે રીયાદ અલ કબાસી  ઉત્તરી શહેર ઇરબીદમાં રહેવાવાળી એક શરણાર્થી છે જેને સૌથી પહેલી રસી આપવામાં આવી હતી. શરણાર્થીઓ માટે સંયુકત રાષ્ટ્રના ઉચ્ચાયુકત ફીલીપો ગ્રાન્ડીએ પોતાની રાષ્ટ્રીય પ્રતિક્રિયા યોજનામાં શરણાર્થીઓને સામેલ કરવા માટે જોર્ડનના અધિકારીઓની પ્રસંશા કરતા અન્ય દેશોને આ બાબતનું અનુગ્રહણ કરવા આગ્રહ કર્યો હતો. એક વાર ફરીથી જોર્ડને શરણાર્થીઓના લાલન-પાલનમાં અનુકરણીય નેતૃત્વ કરી આમ લોકો અને શરણાર્થીઓની સુવિધામાં એકજુટતા દર્શાવી છે. દેશે રાષ્ટ્રીય ટીકાકરણ અભિયાન સહિત મહામારી માટે સાર્વજનીક સ્વાસ્થ્યની દરેક યોજનામાં શરણાર્થીઓને સામેલ કર્યા છે. આ સાબીત કરે છે કે અમે તમામને સુરક્ષીત રાખવા માંગીએ છીએ. બધા મફતમાં શોટ પ્રાપ્ત કરવાના હક્કદાર છે.

સીરીયામાં ૬.પ૦ હજારથી વધુ શરણાર્થીઓ સાથોસાથ દેશમાં ૭,૪૪,૭૯પ શરણાર્થીઓનું લાલન-પાલન કરવામાં આવે છે. જોર્ડનમાં સૌથી પહેલા કોવીડ-૧૯ના કેસ નોંધાયા હતા. આ માટે શીબીરોમાં રહેવાવાળા ઓછામાં ઓછા ૧,૯ર૮ શરણાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. બુધવારે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા પછી ઓછામાં ઓછા ૧૦૦ શરણાર્થીઓને રસી આપી દેવામાં આવી છે. જોર્ડનની આબાદી વચ્ચે ૩ ટકાની તુલનામાં કોવીડ-૧૯ સાથે શરણાર્થીઓ પણ ૧.૭ ટકા ઓછા રહયા છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રથમ ચરણમાં પ્રાથમીકતા આપવામાં આવશે. જોર્ડનમાં સંક્રમણનો દર નવેમ્બરમાં ઉંચાઇ ઉપર રહયા બાદ કેસોમાં ઝડપ વધી છે. બીજી તરફ અધિકારીઓએ ગરમીઓ શરૂ થતા ઢીલ દેવાયેલા આંદોલન ઉપર અંકુશ લગાવ્યો છે.

(1:02 pm IST)