Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

૨૯ વર્ષની વયે પ્રથમ વખત બન્‍યા સેનેટર :૭૮વર્ષની વયે રાષ્‍ટ્રપતિ !!!!

અમેરિકાના ઈતિહાસના સૌથી યુવામાંના એક સેનેટરથી લઈને સૌથી વયોવૃદ્ધ રાષ્‍ટ્રપતિ સુધીની જો બિડેનની રાજકીય સફર : દાદા પાસેથી રાજનીતિના દાવ- પેંચ શીખી ૫૦ વર્ષથી સક્રિય છે રાજનીતિમાં ‘‘ઈ આમ જો બિડેન, આઈ લવ આઈસ્‍ક્રીમ''

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  વિશ્વની સૌથી મોટી અર્થ વ્‍યવસ્‍થા વાળા યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકાના રાષ્‍ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ  રહ્યા છે   ૭૮ વર્ષીય જો બિડેન...

સ્‍વાભાવિક છે કે આ વેળાએ સૌને સવાલ થાઈ કે કોણ છે આ જો બિડેન ..? કેવી છે એમની રાજકીય સફર..? આવો આપણે જોઈએ.

 ૨૦મી નવેમ્‍બર ૧૯૪૨ના રોજ પેન્‍સિલવેનિયાના સ્‍ક્રેન્‍ટન ખાતે  ST.મેરી હોસ્‍પિટલ ખાતે જન્‍મ, જોસેફ રોબિન બિડેન, કેથલિક પરિવારનો સૌથી મોટો બાળક એજ આ જૉ બિડેન...શરૂઆતમાં બિડેનના પિતા શ્રીમંત હતા પરંતુ જો બિડેનના  બાળપણમાં આર્થિક કપરી સ્‍તિથીનો સામનો કરવો પડ્‍યો એટલું જ નહિ કેટલાક વર્ષો સુધી  જો બિડેને પરિવાર સાથે દાદા રહેવું પડ્‍યુ.ં

કહેવાય છે કે જો બિડેનને રાજનીતિની શિક્ષા તેમના દાદા પાસેથી મેળવી હતી પિતાજીની નોકરીના કારણે ૧૦ વર્ષની વયે તેમણે સ્‍ક્રેન્‍ટન છોડવું પડ્‍યું હતું ત્‍યાર બાદ તેમણે ડેલાવેરને પોતાનું બીજું ઘર બનાવ્‍યું અને અહીં રહીને જ તેઓ એક રાજનેતા તરીકે ઉભરી આવ્‍યા, સ્‍ક્રેન્‍ટન....પેન્‍સિલવેનિયા અને ડેલાવેર ..ન્‍યૂ કેસ્‍ટલ કાઉન્‍ટીમાં ઉછરેલા જો બીડને પેહલા ડેલાવેર યુનિવર્સિટીમાંથી અભ્‍યાસ કાર્ય બાદ બિડેને ૧૯૬૮ માં સિરકયૂસ યુનિવર્સિટી માં થી કાયદા ની ડિગ્રી મેળવી

 ખરેખર તો બિડેને પોતાની કારકિર્દીની શરૂઆત વકીલ તરીકે કરી હતી ત્‍યાર બાદ તેઓ રાજકારણ તરફ વળ્‍યાં...૧૯૭૨માં તેઓ  પ્રથમ વખત ૨૯ વર્ષની વયે અમેરિકી સેનેટ માટે ચૂંટાયા હતા.   તેઓ સેનેટમાં ચૂંટાનારા ૫માં યુવા સેનેટર હતા. બિડેન ૧૯૭૨ થી ૨૦૦૯ સુધી ડેલાવેરથી સેનેટર તરીકે એટલે ૬ વખત સેનેટર તરીકે ચૂંટાયા અને ૨૦૦૯ ના વર્ષમાં તેઓ બરાક ઓબામાના રાષ્‍ટ્રકાળમાં ઉપરાષ્‍ટ્રપતિ બન્‍યા જેના કારણે તેમણે સેનેટર પદ છોડવું પડ્‍યું હતુ.ં  તેમના આ કાર્યકાળ દરમ્‍યાન તેમણે લગભગ ૫૦ દેશોની મુલાકાત લીધી હતી,એટલુંજ નહિ ૨૦૦૮-૦૯ના સમયગાળા દરમ્‍યાન જ અમેરિકામાં ભીષણ મોટી મંદી આવી હતી ત્‍યારે બરાક ઓબામાએ એક સમિતિની રચના કરી હતી અને એની કમાન જો બિડેનને સોંપી હતી અને ખરેખર બિડેન અમેરિકાને મંદીમાંથી બહાર કાઢવામાં મુખ્‍ય સહાયક રહ્યા હતા બરાક ઓબામાએ જ બિડેનને બ્રથર વાઇસ પ્રેસિડેન્‍ટનું બિરૂદ આપ્‍યું હતું એટલું જ નહિ તેમને સર્વોચ્‍છ નાગરિક સમ્‍માન પ્રેસિડેન્‍સીઅલ મેડલ ઓફ ફ્રીડર્મ પણ મળી ચૂકયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરાષ્‍ટ્રપતિ તરીકે તેમણે ભારત અને અમેરિકા વચ્‍ચે રોકાણ માટે મોટા પગલાં લીધા હતા.

જો બિડેન સરળતાથી રાષ્‍ટ્રપતિ નથી બની રહ્યા તેમણે આ અગાઉ બે વખત રાષ્ટ્‌પતિ બનવા પ્રયત્‍નો કર્યા જેમાં તેઓ સફળ રહ્યા ના હતા . પ્રથમ વખત ૧૯૮૭માં ડેમોક્રેટ્‍સ વાટી રાષ્‍ટ્રપતિ પદ માટે જંગ લડ્‍યો તેમજ ૧૯૮૮ ની ચૂંટણી માટે બિડેને ચૂંટણી પ્રચાર શુરૂ કર્યો પરંતુ કેટલાક કારણોસર તેમણે આ અભિયાન પાછું ખેંચવું પડ્‍યું ,૨૦૧૫ના વર્ષમાં તેમના પુત્ર ના અવસાન બાદ તેમણે રાષ્‍ટ્રપતિની ચૂંટણી આ ટર્મમાંનો લડવાનો નિર્ણય લીધો આખરે ૨૦૨૦માં તેઓ રાષ્‍ટ્રપતિ પદ માટે લડ્‍યા અને જંગ પણ જીત્‍યો.

 જો બિડેન ની રાષ્‍ટ્રીય કારકિર્દી ની સફર ના મુખ્‍ય પડાવ જોઈએ તો કાઉન્‍ટી માં -વેશ બાદ સેનેટર ..ઉપરાષ્‍ટ્રપતિ અને હવે રાષ્‍ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.

જોકે તેમની આ રાજકીય ભવ્‍યતા પાછળ તેમણે અંગત જીવનમાં ખુબ જ મુશ્‍કેલીઓ વેઠી તેમજ અનેક દુઃખોનો સામનો કરવો પડ્‍યો.

જો બિડેને ૨૭ મી ઑગષ્ટ ૧૯૬૬ના રોજ નેલિયા હન્‍ટર સાથે લગ્ન કર્યા ..તેમના આ દામ્‍પત્‍યજીવન દરમ્‍યાન તેમને ૩ બાળકો થયા પરંતુ તેમના આ લગ્ન જીવનના આશરે ૬ વર્ષ બાદ એટલે કે ૧૯૭૨માં તેમની પત્‍ની અને તેમની એક વર્ષની પુત્રી એક અકસ્‍માતમાં મૃત્‍યુ પામ્‍યા તથા તેમના ૨ પુત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા તો ૨૦૧૫ના વર્ષમાં તેમના પુત્ર બૌ બિડેન નું કેન્‍સરથી અવસાન થયું  ત્‍યારે આઘાતમાં સરેલા બિડેને ૨૦૧૫ની રાષ્‍ટ્રપતિની રેસમાંથી પોતાનું  નામ પણ પરત લઇ લીધું હતું.  આમ જિંદગી માં અનેક તબક્કે અનેકે દુઃખો અને મુશ્‍કેલીઓ નો સામનો કર્યો આમ છતાં હિમ્‍મત ના હારી અને બાળપણથી રાષ્‍ટ્રપતિ બનવાનું જોયેલું સપનું આખરે ૭૮ વર્ષ ની વયે પાર  પાડ્‍યું ..આવતી કાલે તેઓ રાષ્‍ટ્રપતિ પદ માટે શપથ લઇ રહ્યા છે ત્‍યારે તેમને ભારત ની જાણતા તરફ થી ખુબ ખુબ અભિનંદન

(11:41 am IST)