Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમારી ઉપર પણ કોઈ અદાલત હોત તો અમારા અડધા ફેસલાઓ પલ્‍ટાઈ જાત

એક ભાડુઆતને સંકુલ ખાલી કરવા આદેશ આપતી વખતે સુપ્રિમ કોર્ટે કરી ટિપ્‍પણી

નવી દિલ્‍હી :. સુપ્રીમ કોર્ટે કહ્યુ તે જો અમારાથી ઉપર કોઈ કોર્ટ હોય તો અમારા અડધા આદેશોને પલ્‍ટી દેવામાં આવ્‍યો છે. કોર્ટે આ ટીપ્‍પણી એ ભાડુઆતને પરિસર ખાલી કરવાનો આદેશ આપતા કરી હતી. જસ્‍ટીસ સંજય કિશન કૌલ, જસ્‍ટીસ દિનેશ માહેશ્વરી અને જસ્‍ટીસ ઋષિકેશ રોયની પીઠે કહ્યુ કે અધીનસ્‍થ ન્‍યાયાલયો દ્વારા પસાર પ્ત્‌યેક આદેશ વિરૂદ્ધ અપીલ દાખલ કરવાનો એક અંત તો હોવો જ જોઈએ.

પીઠે સ્‍પષ્‍ટ શબ્‍દોમાં કહ્યુ છે કે સુપ્રિમ કોર્ટને હસ્‍તક્ષેપ કરવામાં સાવધાની રાખવી જોઈએ જ્‍યારે અધીનસ્‍થ ન્‍યાયાલયો દ્વારા એકસમારૂપથી વિવાદનો નિપટવાનું એક નિતિ વર્ગ અથવા પક્ષમાં કરવામાં આવ્‍યુ છે. પીઠે કહ્યું છે કે સૈદ્ધાંતિક રૂપે સુપ્રિમકોર્ટે ત્‍યારે હસ્‍તક્ષેપ કરવો જોઈએ નહિ જ્‍યારે દરેક અધીનસ્‍થ કોર્ટનો નિર્ણય સમાન હોય.

પીઠે કહ્યુ જો અને દરેક મામલાને વધુ બારીકી તેમજ આત્‍મીયતાની સાથે જોવાનું શરૂ કરી તો અમે તે કર્તવ્‍ય નિભાવી શકીશુ નહિ. જેટલી આ કોર્ટની અમારી પાસેથી અપેક્ષા છે નિર્ણય લેવામાં કેટલાક અંશે નિરંતરતા હોવી જોઈએ અને જો અમે અપવાદ કરવાનું શરૂ કર્યુ તો એક સમસ્‍યા થશે. પીઠે એ પણ કહ્યુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક સિદ્ધાંતોનું પાલન કરવુ જોઈએ અને તેને ચોથા કોર્ટ રૂપે હસ્‍તક્ષેપ કરવા માટે કહી શકાય નહી ક્‍યાંક તો તેનો અંત આવવો જ જોઈએ. જો અમારી ઉપર કોર્ટ હોત તો ૫૦ ટકા આદેશ પણ પલટી નાખવામાં આવે.

 

(11:02 am IST)