Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મારૂતિ સુઝુકી લોન્ચ કરી રહી છે 'સ્વિફટ'ની એકદમ નવી આવૃત્તિ

નવી દિલ્હી તા. ૧૯ : અત્રે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એકસ્પો માર્ટમાં આવતી ૯-૧૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર દિલ્હી ઓટો એકસ્પો-૨૦૧૮માં દેશની અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝૂકી તેની લોકપ્રિય થયેલી હેચબેક કાર 'સ્વિફટ'ની એકદમ નવી આવૃત્ત્િ। લોન્ચ કરવાની છે.

મારુતિ સુઝૂકીએ તેની આ નવી મોડેલની કાર માટે બુકિંગ શરૂ પણ કરી દીધું છે. આ નવી કારમાં K12 VVT મોડેલ પેટ્રોલ એન્જિન સાથે અને DDiS ૧૯૦ મોડેલની કાર ડિઝલ એન્જિન સાથે ઉપલબ્ધ થશે.

કંપનીના જણાવ્યા મુજબ, નવી નક્કોર 'સ્વિફટ'અત્યાધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. નવી 'સ્વિફટ' કદમાં વધારે પહોળી, કોમ્પેકટ અને લાંબા વ્હીલ બેઝવાળી છે જેથી કેબિન સ્પેસ, હેડરૂમ અને લગેજ સ્પેસ વધારે મળે છે. નવી 'સ્વિફટ'પેટ્રોલ અને ડિઝલ, બંને વેરિઅન્ટમાં ઓટો ગીયર શિફટ (એજીએસ) ટેકનોલોજી સાથે ઉપલબ્ધ થશે.

(10:11 am IST)