Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આલેલે... ૩ વર્ષ પછી બેંકો બીનજરૂરી બની જશે

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાન્તનો ધડકોઃ લોકોએ બેંકમાં જવાની જરૂર જ નહી પડે

નવી દિલ્હી તા.૧૯ : ત્રણ વર્ષ બાદ લોકોએ પોતાના નાણાકીય કામકાજ માટે બેન્કોમાં જવાની જરૂર જ નહી રહે અને બેન્કોનું અસ્તિત્વ જ નહી રહે આવુ કહેવુ છે નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાન્તે. તેમણે કહ્યુ છે કે ભૌતિક સ્વરૂપથી બેન્ક અને તેની શાખાઓમાં જવાનુ આવતા ૩ વર્ષમાં અપ્રાસંગિક બની જશે કારણ કે ડેટા વિશ્લેષણથી નાણાકીય સમાવેશનને વધુ ગતિ મળશે. કાન્તે કહ્યુ છે કે, બેન્કોની શાખાઓમાં જવાનુ સમાપ્ત થઇ જશે. આનુ કારણ મોટાપાયે ડેટાનો ઉપયોગ તથા ડેટા વિશ્લેષણ છે.

અહી એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે, આવતા ૩ વર્ષમાં બેન્કોની જરૂર જ નહી રહે. સ્માર્ટફોનથી પરિવર્તનને ગતિ મળશે. તેમણે કહ્યુ હતુ કે, ભારત એક માત્ર દેશ છે જયાં એક અબજથી વધુ લોકોને આધારકાર્ડ જારી કરવામાં આવ્યા છે. આવતા ૩ વર્ષમાં ભારતમાં એક અબજથી વધુ સ્માર્ટફોન હશે. નીતિ આયોગના સીઇઓએ કહ્યુ હતુ કે, દેશમાં મોબાઇલ ડેટાનું વેચાણ અમેરિકા અને ચીનના સંયુકત ડેટા વેચાણથી પણ વધુ છે.

આ કાર્યક્રમમાં પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યુ હતુ કે, દુનિયામાં નવુ બેન્કીંગ મોડલ ભારતથી આવશે અને પેટીએમ ભારત મોડલનું પ્રારંભિક ઉદાહરણ હશે. (૩-૩)

(10:04 am IST)