Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

શશિકલાએ કોર્ટમાં 10 કરોડ રૂપિયાનો દંડ ભર્યો :જેલ મુક્ત થવાની શકયતા

કોર્ટમાંથી છૂટ્યા બાદ પાર્ટી અને સરકારથી અંતર બનાવી રાખશે: પલાનીસ્વામી

તમિલનાડૂના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના પૂર્વ સહયોગી અને આવકથી વધારે સંપત્તિ ભેગી કરવાના મામલે જેલમાં સજા કાપી રહેલી વીકે શશિકલાએ બુધવારના રોજ કોર્ટમાં 10 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જેથી ટૂંક સમયમાં તેઓ જેલમાંથી બહાર આવી શકે છે. તેમના વકીલે આ પ્રકારની જાણકારી આપી છે.

આ તમામની વચ્ચે તમિલનાડૂના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ સ્પષ્ટ કર્યુ છે કે, શશિકલા સંભવિત છૂટી બાદ અમારી પાર્ટી અને સરકારથી અંતર બનાવી રાખશે. તેમણે કહ્યુ છે કે, શશિકલા મામલે અમારા વલણમાં કોઈ ફેરફાર નહીં થાય.

શશિકલાના વકીલ રાજા સેંતૂર પાંડિયને જણાવ્યુ હતું કે, 10 કરોડ દંડની રકમ બેંગલુરૂ કોર્ટમાં જમા કરી દેવામા આવ્યા છે. કોર્ટ ટૂંક સમયમાં જેલ અધિકારીઓને દંડની રકમ ભર્યાની જાણ કરશે અને મને આશા છે કે, થોડા સમયમાં જ શશિકલા બહાર આવી જશે. તેથી એવુ કહી શકાય કે, 21 જાન્યુઆરી 2021 પહેલા તેઓ જેલ બહાર આવી જશે.

(11:55 pm IST)