Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ ખંભાળીયાની લૂંટની ઘટનાને વખોડી -ગુંડાગીરીને ચિંતાજનક ગણાવી : અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને અપીલ

રઘુવંશી અગ્રણી જગુભાઇ રાયચુરાનાં પુત્ર સાથે બે શખ્સોએ ખુલ્લેઆમ ગુંડાગીરી કરી સોનાની ચેઇન ઝૂંટવી લીધાની ઘટનાનાં ઘેરા પડઘા

જામ ખંભાળીયા નગરપાલિકા ઉપપ્રમુખ, ગ્રેઇન મર્ચન્ટ એસોસિયેશન પ્રમુખ તથા રઘુવંશી અગ્રણી જગુભાઇ રાયચુરાનાં પુત્ર સાથે બે શખ્સોએ ખુલ્લેઆમ ગુંડાગીરી કરી સોનાની ચેઇન ઝૂંટવી લીધાની ઘટનાનાં ઘેરા પડઘા પડ્યા છે

ખંભાળીયાનાં વતની રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઇ નથવાણી દ્વારા સમગ્ર ઘટનાને વખોડી કાઢી ખંભાળીયામાં ગુંડાગીરીને ચિંતાજનક ગણાવી આ ઘટનાનાં જવાબદારો તથા એવા અન્ય અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા દેવભૂમિ દ્વારકા પોલીસવડાને અપીલ કરી છે

(9:05 pm IST)