Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે હું ઝઘડો પણ કરી ચૂક્‍યો છું: ખેડૂતોના આંદોલનના પક્ષમાં મેઘાલયના રાજ્‍યપાલ સત્‍યપાલ મલિકનું નિવેદન

જો ખેડૂતોની માંગ માનવામાં નહીં આવે તો આ સરકાર ફરી નહીં આવે

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરૂદ્ધ અને એમએસપીની માંગને લઇને થઇ રહેલા ખેડૂત આંદોલનના પક્ષમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિવેદન સામે આવ્યુ છે, તેમણે કહ્યુ કે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તે ખુદ ખેડૂત અને સરકાર વચ્ચે મધ્યસ્થતા કરાવી શકે છે.

મોદી-શાહ સાથે આ મુદ્દા પર લડી ચુક્યો છુ- મલિક

રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ કે, “ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તે ગત 10 મહિનાથી દિલ્હીમાં છે. પોતાના ઘરબારથી દૂર, આ પાક ઉગાડવાનો સમય છે પરંતુ તે અહી દિલ્હીમાં છે તો સરકારે તેમણે સાંભળવા જોઇએ. સત્યપાલ મલિકે કહ્યુ કે હું તેમની સાથે છું, તેમની માટે હું ગૃહમંત્રી-વડાપ્રધાન સાથે ઝઘડો કરી ચુક્યો છુ, સૌને કહેવા માંગુ છુ કે આ ખોટુ કરી રહ્યા છો, આ ના કરો.

આ પહેલા પણ મલિક કૃષિ કાયદા અને અન્ય મુદ્દાને લઇને મોદી સરકાર પર નિશાન સાધી ચુક્યા છે. સરકારનો મિજાજ થોડો આસમાનમાં જતો રહે છે, તેમણે શું તકલીફ નહી દેખાતી હોય. જો ખેડૂતોની માંગ માનવામાં ના આવી તો આ સરકાર ફરી નહી આવે.

સત્યપાલ મલિકે કહ્યુ કે, હું મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું. સરકાર એમએસપીની ગેરંટી આપી દે. ત્રણ કાયદા મામલે હું ખેડૂતોને મનાવી લઇશ.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે ત્યા સતત થઇ રહેલી હત્યાઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. આ સિવાય સત્યપાલ મલિકે કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગેર-કાશ્મીરીઓને આતંકીઓએ નિશાન બનાવ્યા છે. મલિકે કહ્યુ કે જ્યારે હું જમ્મુ કાશ્મીરનો રાજ્યપાલ હતો, ત્યારે શ્રીનગરના 50 કિલોમીટરના દાયરામાં આતંકવાદી ઘુસવાની હિમ્મત નહતા કરતા, તેમનું કહેવુ છે કે હવે ખુલ્લેઆમ આતંકી શ્રીનગરમાં લોકોની હત્યા કરી રહ્યા છે.

(5:32 pm IST)