Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી ચંદ્રશેખર મામલે

ફરી ઇડીની ઓફિસ ન પહોંચી જેકલીન : પૂછપરછ માટે નવેમ્બરની માંગી તારીખ

મુંબઈ તા. ૧૮ : જેકલીનને છેલ્લા ચાર દિવસમાં ત્રણવાર પૂછપરછ માટે ઇડીએ બોલાવી હતી પરંતુ તેણે ત્રણ દિવસ ૧૫ ઓકટોબર, ૧૬ ઓકટોબર અને ૧૮ ઓકટોબરની ઇડીની પૂછપરછને સ્કિપ કરી દીધી હતી. આ પહેલા ૨૫ સપ્ટેમ્બરની પૂછપરછમાં પણ તેણે પર્સનલ કારણ બતાવ્યું હતુ અને નહોતી આવી.

સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન સિવાય નોરાનું કનેકશન પણ સામે આવી રહ્યું હોવાના અહેવાલ છે. ઇડી આ સંબંધમાં તેની પૂછપરછ કરવા માંગે છે. અગાઉ જેકલિનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુકેશ દ્વારા જેકલીનને પણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણોસર, અભિનેત્રી પાસેથી પણ સુકેશ વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. દિલ્હીની તિહાડ જેલમા બંધ સુકેશ ચંદ્ર શેખર ૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી છે અને આ મામલે આજે નોર ફતેહી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. નોરાની સાથે સાથે ઇડીએ ફરીથી જેકલીનને પણ સમન પાઠવ્યું છે. સુકેશ નામક વ્યકિતએ નોરા ફતેહી અને જેકલીન સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

(4:45 pm IST)