Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

લાહોર સ્પિતીમાં સવારથી બરફવર્ષાઃ સફેદ ચાદર પથરાઇ

નવી દિલ્હી,તા. ૧૮: દેશભરમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે શિયાળાનું જોર પણ દેખાવા લાગ્યુ છે. ત્યારે હિમાચલના લાહોર સ્પિતીમાં આજે વહેલી સવારથી બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે. જેનાથી સમગ્ર વિસ્તાર જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું દ્રશ્ય સર્જાયેલ.

(3:37 pm IST)