Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ફિલ્મ નિર્માતા હંસલ મેહતા તથા અન્યોને દિલ્હી કોર્ટનું સમન્સ : આતંકવાદી હુમલાની ઘટનાને આવરી લેતી ફિલ્મ ' ફરાઝ ' રિલીઝ કરવા સામે કાયમી પ્રતિબંધની માંગણી : હુમલાથી મૃત્યુ પામેલ પુત્રીઓના પરિવારે કેસ દાખલ કરતા નામદાર કોર્ટે સમન્સ પાઠવ્યું : આગામી સુનાવણી 28 ઓક્ટોબરના રોજ

ન્યુદિલ્હી : ફિલ્મ નિર્માતા હંસલ મેહતા તથા અન્યોને દિલ્હી કોર્ટએ સમન્સ પાઠવ્યું છે.આતંકવાદી હુમલાની ઘટનાને આવરી લેતી ફિલ્મ ' ફરાઝ ' રિલીઝ કરવા સામે હુમલાથી મૃત્યુ પામેલ પુત્રીઓના પરિવારે કેસ દાખલ કરતા નામદાર કોર્ટે સમન્સ પાઠવ્યું છે.સુનાવણી આગામી મુદત 28 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.

આ ફિલ્મ 1 જુલાઈ, 2016 ના રોજ બાંગ્લાદેશના હોલી આર્ટિઝનમાં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે.હુમલામાં તેમની પુત્રીઓ ગુમાવનાર પરિવારે દાવો દાખલ કર્યો છે. તેમને ડર છે કે તેમની દીકરીઓને ખરાબ હાલતમાં બતાવવામાં આવી શકે છે અને તેથી ફિલ્મ વિરુદ્ધ કાયમી અને ફરજિયાત આદેશ માટે પ્રાર્થના કરી. આ ફિલ્મ ભારતીય બંધારણની કલમ 14 અને 21 હેઠળ તેમના ગોપનીયતાના અધિકાર અને વાજબી અધિકારનું ઉલ્લંઘન કરતી હોવાનો આરોપ છે.

આથી જસ્ટિસ આશા મેનને દાવો અને વચગાળાની રાહત માંગતી અરજી પર નોટિસ જારી કરી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:42 am IST)