Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ

વરસાદ પછી વધશે ઠંડીનું જોર

નવી દિલ્‍હી તા. ૧૮ : દેશના પાટનગર દિલ્‍હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારથી જ દિલ્‍હી - યુપી - હરિયાણા - રાજસ્‍થાન - મધ્‍યપ્રદેશ અને બિહારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે માર્ગો જળમગ્ન બન્‍યા છે તો લોકોના જનજીવન ઉપર અસર પડી છે.
વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. માનવામાં આવે છે કે, વરસાદ પછી હવામાન બદલાશે અને ઠંડીનો પ્રારંભ થશે.
હવામાન ખાતાના જણાવ્‍યા પ્રમાણે દિલ્‍હી - હરીયાણામાં વરસાદ ચાલુ છે. રાજસ્‍થાનના અલ્‍વર, રાજગઢ, ભરતપુર અને વિરાટનગરમાં ભારે વરસાદ પડશે. મધ્‍યપ્રદેશ - બિહારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

 

(11:07 am IST)