Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જીજાજીએ સાળીઓની ડિમાન્ડ પૂરી ન કરીઃ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી

વરમાળા પહેરાવ્યા બાદ સાળીઓએ જીજાજી પાસેથી પાંચ હજાર રૂપિયાની માંગ કરી હતી :ઉત્ત્।ર પ્રદેશમાં દૂલ્હન વગર જ જાન પરત ફરી

લખનૌ,તા. ૧૮: લગ્નમાં સાળીઓ દ્વારા અનેક રીતરિવાજોને લઈને પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે, અને સાળીઓની આ ડિમાન્ડને જીજાજીને પૂરી જ કરવી પડે છે. પણ ઉત્ત્।ર પ્રદેશમાં સાળીઓની ડિમાન્ડને પૂરી ન કરવા પર વરરાજાને ઉદાસ ચહેરે જાન પરત લઈને આવવાનો વારો આવ્યો હતો. બન્યું એવું કે, વરમાળા પહેરાવ્યા બાદ સાળીઓએ જીજાજી પાસેથી પાંચ હજાર રૂપિયાની ડિમાન્ડ કરી હતી. જો કે, જાજીજા લાંબી રકઝક બાદ માત્ર ૧૫૦૦ રૂપિયા આપવા જ તૈયાર થયો હતો. જો કે, સાળીઓએ તેનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ભારે હંગામો થતાં જ દુલ્હને લગ્ન કરવાની જ ના પાડી દીધી હતી. જે બાદ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પણ દૂલ્હન માની ન હતી. જેથી વરરાજાને દૂલ્હન વગર જ જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો.

ઉત્ત્।ર પ્રદેશના હમીરપુર જિલ્લાના મુસ્કારાના બંડવા ગામમાં રહેતાં વિપિનના લગ્ન બોખરા ગામમાં નક્કી થયા હતા. શનિવારે તે જાન લઈને બોખરા ગામ પહોંચ્યો હતો. જો કે, વરમાળાનો રિવાજ પૂરો થતાં જ સાળીઓ સ્ટેજ પર આવી ગઈ હતી અને જીજાજી પાસેથી પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી. જો કે, વિપિને સાળીઓને માત્ર ૫૦૦ રૂપિયાની વાત કરી હતી. પણ ૫૦૦ રૂપિયામાં સાળીઓ માની ન હતી અને પાંચ હજારની જ જીદ લઈને બેસી ગઈ હતી. જો કે, લાંબી રકઝક બાદ વિપિર ૧૫૦૦ રૂપિયા આપવા માટે તૈયાર થયો હતો

જો કે, સાળીઓ ૧૫૦૦ રૂપિયા લેવા માટે પણ તૈયાર ન હતી, તેઓ પાંચ હજારની ડિમાન્ડ પર જ વળગી ગઈ હતી. જે બાદ વાત એટલી બગડી કે, લગ્ન મંડપમાં હંગામો મચી ગયો હતો. અને દૂલ્હનને લગ્નની ના પાડતાં વિવાદ વધારે ઉગ્ર બન્યો હતો અને આ મામલે પોલીસને પણ બોલાવાવમાં આવી હતી. જો કે, પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સમાધાન થઈ શકયું ન હતું અને આખરે દૂલ્હન વગર જ જાન પરત ફરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિપિનના લગ્ન ૩ વર્ષ પહેલાં જ નક્કી કરી દેવામાં આવ્યા હતા. અને એકબીજા સાથે લગ્ન કરવા માટે વિપિન અને તેની દૂલ્હન દ્યરેથી ભાગી પણ ગયા હતા. જો કે, પરિવારજનોએ લગ્ન કરવાનું આશ્વાસન આપતાં બંને દ્યરે પરત ફર્યાં હતા. જો કે, લગ્નના સમયે જ સાળીઓના વિવાદને કારણે વિપિનના લગ્ન ફરીથી અટકી ગયા હતા. વિપિનના ભાઈએ જણાવ્યું કે, દૂલ્હનને આપવામાં આવેલ દ્યરેણાં અને કપડાં તેનાં દ્યરવાળાઓએ રાખી દીધા છે, અને પરત પણ આપી રહ્યા નથી. આ મામલે પોલીસે જણાવ્યું કે, હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે. 

(9:55 am IST)