Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મહિલા અને બાળકલ્યાણ મંત્રીએ પુરૂષોને સલાહ આપી કે, થોડી થોડી પી લીધા કરો..

રાંચી,તા. ૧૭ : છત્તીસગઢમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અનિલા ભેદિયાની એક સલાહ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છે. પોતાની આ સલાહમાં અનિલા પુરૂષોને દારૂ પીવાની સલાહ આપી રહ્યા છે. આ વાત તેમણે ગામમાં લોકોને સંબોધિત કરતા કહી હતી. તેમણે કહ્યુ કે થોડી થોડી પી લીધા કરો અને સુઇ જાવ. મંત્રીની આ અજીબ સલાહ બાદ તે વિવાદમાં ઘેરાયી છે. આ નિવેદન બાદ ઉભા થયેલા વિવાદ પર અનિલા ભેદિયાએ કહ્યુ કેે તેમના નિવેદન સાથે છેડછાડ કરી રજુ કરવામાં આવ્યુ છે. તેમણે આને એક રાજકીય છેડછાડ ગણાવી. એક જાણીતા અંગ્રેજી અખબાર મુજબ અનિલાએ કહ્યુ કે હું તે પુરૂષોને સંબોધિત કરી રહી હતી. જે દારૂના વ્યસની બની ચૂકયા છે.

મે તેમને થોડુ પીવાની સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટતા  કરતા કહ્યુ કે મે ત્યાં લોકોની સલાહ આપી હતી કે મહિલાઓને ઘરના કામકાજના ચાલતા ઘણો તણાવ સહન કરવો પડી રહ્યો છે. એટલા માટે મે પુરૂષોને દારૂ છોડવાની વાત કરી હતી. ૨ વાર ધારાસભ્ય રહી ચૂકેલા મંત્રી અનિલા રાયપુરથી ૧૨૦ કિમી દૂર બલોદ જિલ્લાના સિંહોલા ગામમાં પહોંચ્યા હતા. આ ગામ તેમની વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ દરમિયાન તેમણે જાણકારી મળી હતી કે આ ગામમાં દારૂનો વપરાશ ઘણો વધી ગયો છે.

(9:52 am IST)