Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ઝારખંડ સરકાર ગરીબ પરિવારોને 10 રૂપિયામાં સાડી, ધોતી અને લુંગી આપશે : 37 દરખાસ્ત મંજુર

ચુંટણીમાં ઝારખંડ મૂકિત મોર્ચાએ ઘોષણા પત્રમાં આપેલ વચન પાળ્યું

 

ઝારખંડની હેમંત સોરેન સરકારે  37 દરખાસ્તને મંજૂરી આપી છે  પણ તેમાં એક જાહેરાત એવી છે જેને કારણે સોરેન સરકાર ચર્ચામાં આવી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાજયના ગરીબી રેખા નીચે આવતા પરિવારો માટે માત્ર 10 રૂપિયામાં સાડી, ધોતી અને લુંગી વર્ષમાં બે વખત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. મતલબ કે સાડીના રૂપિયા, લુંગીના 10 રૂપિયા અથવા ધોતી ખરીદો તો તેના 10 રૂપિયા. અને પરિવાર દીઠ એક વસ્તુ મળી શકે.

 વિધાનસભાની ચુંટણીમાં ઝારખંડ મૂકિત મોર્ચાએ લોકોને રાહત દરે, સાડી, લૂંગી અને ધોતી આપવાનું ઘોષણા પત્રમાં વચન આપ્યું હતું. અન્ય કેટલીક મહત્ત્વની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. નિર્ણયને કારણે રાજયના લાખો ગરીબ પરિવારને ફાયદો થશે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

ઝારખંડમાં ઝારખંડ મૂકિત મોર્ચાએ સત્તાની ધૂંરા સંભાળી છે અને મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન છે. સોરેન સરકારે શુક્રવારે કેબિનેટ બેઠકમાં 37 જેટલી દરખાસ્તને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી હતી કે, સોના સોબરન ધોતી-સાડી વિતરણ યોજના અંતગર્ત રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવતા રાજયના બધા પરિવાર અને અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને વર્ષમાં બે વખત પરિવાર દીઠ રાહત દરે માત્ર 10 રૂપિયામાં સાડી, ધોતી અને લૂંગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય પ્રસ્તાવોમાં 58 ગ્રામીણ યોજના માટે રૂપિયા 97 કરોડના નાબાર્ડ પાસેથી ધિરાણ લેવાની દરસ્ખાતને મંજૂરી આપવામાં આવી હતી. હજારીબાગના મેરુ સ્થિત બીએસએફ કેન્ટીનમાં વેચાતા શરાબને વેટ મૂકત કરવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સિલેકશન કમિશન અથવા સરકાર દ્વારા અધિકૃત ર્સ્પધાત્મક પરિક્ષાઓમાં રાજયના આર્થિક રીતે નબળા વર્ગ માટે ઓછોમાં ઓછા 40 ટકા ગુણ નિર્ધારીત કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી.

કોરોના વાયરસને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરતા સ્કુલ બસ, સિટી બસ વગેરેને રોડ ટેકસમાંથી મૂકિત આપી દેવામાં આવી છે.

ઘણી રાજય સરકારો ગરીબ પરિવારો માટે ઘણી સારી યોજનાઓ જાહેર કરતી હોય છે. તમિલનાડુમાં તે વખતના મુખ્યમંત્રી જયલલિતાએ ગરીબ પ્રજા માટે 1 રૂપિયામાં ઇડલી સંભારની યોજના ચલાવી હતી. રાજય સરકારો સારી યોજના બનાવે તે પુરતું નથી, પણ છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચ્યો કે નહીં તે જોવાનું કામ પણ સરકારનું છે.

(12:00 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST

  • પટણા એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલીકૉપટરના બે પંખા તૂટ્યા : ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા : તેમની સાથે બિહારના બે મંત્રીઓ મંગલ પાંડે તથા સંજય ઝા પણ હતા : બાલ બાલ બચાવ access_time 8:12 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST