Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર બાદ હવે છત્તીસગઢમાં રાજભવન અને સરકાર વચ્ચે ટકરાવ : આઠ બિલ અટકાવી રાખ્યા

પાસ કરાવવા માટે આઠ મંત્રીઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા: સરકારે નીમેલા રાજ્યપાલના સચિવ તરીકે વધારાનો કાર્યભાર સોંપાયેલ અધિકારી બે વાર રાજભવન ગયા પરંતુ ડ્યુટી જોઈન્ટ ન કરી શક્યા :

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર બાદ હવે છત્તીસગઢમાં પણ રાજભવન અને સરકાર વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે.લગભગ ત્રણ મહિના પહેલા કુલપતિની નિમણૂંકને લઈને રાજ્યપાલના અધિકારોમાં કાપ મુકવાથી વિવાદ શરૂ થયો હતો. જે બાદ સરકારે રાજભવનમાં સચિવની નિમણૂંક પણ કરી દીધી છે. બસ્તરના કમિશ્નર રહેલા અમૃત ખલકોને કૃષિ વિભાગના સચિવ બનાવતા રાજ્યપાલના સચિવ તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ખલકો બે વાર રાજભવન ગયા હતા. પણ ડ્યૂટી જોઈન કરી શક્યા નહોતા. જ્યાં રાજ્યપાલ સાથે ટકરાવ ચાલી રહ્યો છે

 

રાજભવન અને સરકાર વચ્ચે ટકરાવ કુલપતિની નિમણૂંકને લઈને શરૂ થયો છે. રાજ્યપાલ કુશાભાઉ ઠાકરેએ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂંકના આદેશ આપ્યા હતા. જેના પર સરકારે કહ્યુ હતું કે, રાજ્યપાલે પોતાની મરજીથી કુલપતિની નિમણૂંક કરી છે. જે બાદ સરકાર વિધાનસભામાં કુલપતિની નિમણૂંક માટે બિલ લઈ આવી. જેનાથી કુલપતિની નિમણૂંકનો અધિકાર સરકાર પાસે જતો રહ્યો. જેનાથી નારાજ થયેલા રાજ્યપાલે આઠ બિલ રોકી રાખ્યા. બિલને પાસ કરાવવા માટે આઠ મંત્રીઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જો કે, રાજ્યપાલે વિશેષજ્ઞોનો મત લેવાનો હવાલો આપી મંત્રીઓને પાછા મોકલી દીધા હતા .

(11:49 pm IST)