Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ગર્લફ્રેન્ડે પ્રેમીની ચાકૂના ૫૦ ઘા ઝિંકીને હત્યા કરી નાખી

પરિણિત શખ્સના ન્ય ત્રણ મહિલા સાથે સબંધ હતા : ત્રણ મહિલા સાથે સબંધો હતા પણ તેની કોઈને જાણ નહતી

લંડન,તા.૧૭ : એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડ પર ૫૦ વખત ચાકુથી હુમલો કર્યો હતો. મૃત શખ્સના ત્રણ મહિલાઓ સાથે સંબંધ હતા. તે પરણેલો હતો. તો ઘટના બાદ હત્યા કરનાર ગર્લફ્રેન્ડએ પણ આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો છે. dailystar.co.ukના અહેવાલ મુજબ આ વ્યક્તિ પરિણીત હતો પરંતુ તે 'સિક્રેટ ટ્રિપલ લાઇફલ્લ જીવી રહ્યો હતો. તે ત્રણ મહિલાઓ સાથે સંબંધમાં હતો, પરંતુ કોઈ પણ મહિલાને આ શખ્સના અન્ય રિલેશન અંગે માહિતી નહોતી.

મૃતકનું નામ ગેરી વિલિયમ્સ હતું અને તે ૫૮ વર્ષનો હતો. જ્યારે તેની હત્યા કરનાર ગર્લફ્રેન્ડનું નામ જેસિકા શેરિડન હતું અને તે ૪૬ વર્ષની હતી. પાછળથી શેરિડને પણ આપઘાત કરી લીધો હતો.

વિલિયમ્સની બે સિક્રેટ ગર્લફ્રેન્ડમાંથી એક શેરિડન હતી. વિલિયમ્સ યુકેના સાઉથ વેલ્સની રહેવાસી હતી. ગયા વર્ષે નાતાલના આગલા દિવસે જ તેણે તેની પત્ની અલૈન ને કહ્યું હતું કે તે બિઝનેસ ટ્રિપ પર બહાર જઇ રહ્યો છે, પરંતુ તે હકીકતમાં શેરિડન સાથે રાત પસાર કરવા ગયો હતો. ક્રિસમસ દરમ્યાન જ સિક્રેટ ગર્લફ્રેન્ડ શેરિડન અને વિલિયમ્સની વચ્ચે કોઇ વાતને લઇને ઝઘડો થયો હતો અને બાદમાં બંને શેરિડનના ઘરમાં જ મૃત મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે વિલિયમ્સ પર ૫૦થી વધુ વખત છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

(12:00 am IST)
  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST