Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમૃતસર ખાતે જગદીશ ટાઈટલરની ટી-શર્ટ પહેરી ફોટા પડાવવા કૉંગ્રેસી કાર્યકર્તાને ભારે પડ્યા : FIR નોંધાઈ

હરજિંદરસિંહ ધામીએ જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરવા બદલ કરમજીતસિંહ ગિલની ઝાટકણી કાઢી

અમૃતસર : અમૃતસર ખાતે સુવર્ણ મંદિરમાં જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને ફોટોગ્રાફ ખેંચાવનારા કૉંગ્રેસી કાર્યકર્તા કરમજીતસિંહ ગિલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.  શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનાથી કરમજીત સિંહ ગિલની મુશ્કેલીઓ વધી શકે છે. એસજીપીસીએ આ મામલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. કોંગ્રેસ કાર્યકર કરમજીત સિંહ ગિલની એક તસવીર સામે આવી છે, જેમાં તે પહેલા ગોલ્ડન ટેમ્પલમાં ટી-શર્ટમાં શીખ રમખાણોના આરોપી જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહરેલો જોવા મળી રહ્યો છે.

હરજિંદરસિંહ ધામીએ કહ્યુ છે કે, જગદીશ ટાઈટલર દિલ્હી શીખ કત્લેઆમના મુખ્ય આરોપી છે. ટાઈટલને શીખ કોમ ક્યારેય માફ કરી શકે નહીં. ધામીએ કહ્યુ છે કે આવી ભદ્દી હરકત કરનાર વ્યક્તિ અમૃતસરનો વતની કરમજીતસિંહ ગિલ કૉંગ્રેસનો પ્રતિનિધિ છે. કરમજીતસિંહે આયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ આવું કૃત્ય કર્યું છે. એસજીપીસીના અધ્યક્ષે કહ્યુ છે કે સુવર્ણ મંદિરમાં દુનિયાભરના શીખો અને અન્ય લોકોની આસ્થા છે. આવા સ્થાન પર શીખોની ભાવના આહત કરવામાં આવે, તે સ્વીકારી શકાય નહીં.

એસજીપીસીએ કરમજીતસિંહ ગિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહત્વપૂર્ણ છે કે કરમજીતસિંહે ખુદને કૉંગ્રેસના એસસી સેલનો પ્રભારી ગણાવ્યો છે. પરંતુ કૉંગ્રેસે કરમજીત સાથેના કોઈપણ પ્રકારનો સંબંધનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 1984ના દિલ્હી ખાતેના શીખ વિરોધી રમખાણોમાં જગદીશ ટાઈટલર સામે આરોપો લગાવાયા હતા.

(11:46 pm IST)