Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઈન્ટરનેટ સેન્સેશન ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર ચહલની સરનેમ દુર કરતાં જ લાઈમલાઈટમાં આવી

યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુક્તા લખ્યું - એક નવી જીંદગીની શરુઆત થઈ રહી છે

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના અંગત જીવનમાં કંઈક ગડબડ ચાલી રહી છે. આ વાત તેના ખુદના અને પત્ની ધનશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામથી જાણવા મળી રહી છે. ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ સરનેમ હટાવી દીધી છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, તેણે લખ્યું હતું,  'New Life Loading'. પરંતુ ચહલે આ પોસ્ટ થોડીવાર બાદ હટાવી દીધી છે. ચહલની આ પોસ્ટ અને ધનશ્રીની સરનેમ હટાવ્યા બાદ બંનેના સંબંધો વચ્ચે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. 

ચાહકો દરેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે કે શું ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ અલગ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, લગ્ન બાદ ધનશ્રી વર્માએ પોતાના નામની આગળ પતિ યુઝવેન્દ્રની સરનેમ ચહલ ઉમેરી હતી.

તમને જણાવી દઈએ કે,ધનશ્રી વર્માએ ચાહકોને ચોંકાવી દીધા છે.ચહલની સરનેમ તેના નામ પાછળથી દુર કરી છે. તમે તેના ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટમાં જોશો તો યુઝરનેમ પહેલા પતિ યુઝવેન્દ્ર ચહલની સરનેમને દુર કરી છે. આ પહેલા તેનું અકાઉન્ટ ચહલની સરનેમ સાથે જોડાયેલું હતુ. સરનેમ દુર કર્યા બાદ ચારે બાજુ બંન્નેની ચર્ચાઓ થવા લાગી છે.લોકો કહી રહ્યા છે કે, બંન્ને વચ્ચે બધું બરાબર તો ચાલી રહ્યું છે ને ધનશ્રી વર્માએ ક્યાં કારણોસર સરનેમ દુર કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્માએ માત્ર સરનેમ દુર કરી છે ફોટો ઈન્સ્ટ્રાગ્રામ પરથી દુર કર્યા નથી. કેટલાક દિવસ પહેલા ચહલની એક પોસ્ટે લોકોમાં ઉત્સુક્તા વધારી દીધી હતી. જેના પર લખ્યું હતુ કે, એક નવી જીંદગીની શરુઆત થઈ રહી છે

ચહલની આ પોસ્ટ બાદ તેના ચાહકો એ વિચાર કરી રહ્યા છે કે, બંન્ને વચ્ચે બધું બરાબર તો ચાલી રહ્યું છે ને, હજુ સુધી આ કપલે કોઈ માહિતી બહાર પાડી નથી. કાંઈ સ્પષ્ટ કર્યું નથી કે શું થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ધનશ્રી વર્મા અને ચહલની પ્રથમ મુલાકાત ઓનલાઈન ડાન્સ ક્લાસ દરમિયાન થઈ હતી.ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં જોડાયો હતો. ત્યારથી જ બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી. ત્યારબાદ બંન્નેએ લગ્ન કર્યા.

(11:43 pm IST)