Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ફેક ન્યૂઝ શેર કરતાં પહેલા ચેતજો ! : મોદી સરકારે 8 યૂ-ટ્યુબ ચેનલ બ્લૉક

સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી

નવી દિલ્હી: ભારત દેશની છબી દુનિયામાં અનેકતામાં એકતા, સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતા જેવી છે. આવામાં સોશિયલ મીડિયા દ્વારા ઝેર ઓકતી અને જાણીતી બની ગયેલી દેશ વિરોધી કૃત્ય કરતી 8 યુટ્યુબ ચેનલોને ભારત સરકારે બ્લોક કારી છે. ત્યારે મળતી માહિતી અનુસાર, સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, IT નિયમો, 2021 હેઠળ 7 ભારતીય અને એક પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલને બ્લોક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ યુટ્યુબ ચેનલ્સને 114 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. આ સિવાય તેમના 85 લાખ 73 હજાર સબસ્ક્રાઈબર્સ હતા.

અગાઉ આ વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા ભારતમાં 22 યુટ્યુબ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચેનલોને તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ચેનલોને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સંબંધિત પ્રચાર ફેલાવવા માટે બ્લોક કરવામાં આવી હતી. તેમાંથી 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલો ઉપરાંત 4 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પણ બ્લોક કરવામાં આવી હતી.

(9:24 pm IST)