Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ચીનની ઘુષણખોરી કરવાની ફિરાકમાં:પેંગોંગ સરોવર પર LAC નજીક બનાવ્યો બીજો પુલ

આ પુલ પહેલા બ્રિજની માફક પોતાના અધિકાર ક્ષેત્રવાળા સરોવર પર શરૂ કર્યું :ઓપ-સોર્સ ઈંટેલીજેંસ, ડેડ્રસ્ફાએ સેટેલાઈટ ઈમેજ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો

નવી દિલ્હી :  પૂર્વી લદ્દાખના વિવાદીત પૈંગોંગ સરોવર પર ચીનની PLA સેનાએ બીજા પુલનું કામ પણ શરૂ કરી દીધું છે. ઓપ-સોર્સ ઈંટેલીજેંસ, ડેડ્રસ્ફાએ સેટેલાઈટ ઈમેજ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે, જો કે, ચીને આ પુલ પહેલા બ્રિજની માફક પોતાના અધિકાર ક્ષેત્રવાળા સરોવર પર શરૂ કર્યું છે, પણ ચિંતાની વાત એ છે કે, તે ભારતથી અડીને આવેલી LACની અત્યંત નજીકમાં તૈયાર કરવામા આવી રહ્યો છે.

ડેટ્રસ્ફાએ જે સેટેલાઈટ ઈમેજ આપ્યા છે, તેમાં જાણવા મળે છે કે, બીજો પુલ પહેલા પુલથી અડીને આવેલો છે. બીજો પુલ પેંગોંગ સરોવરની બંને બાજૂ ઉત્તર અને દક્ષિણ બંને તરફથી બનાવામા આવી રહ્યો છે. આ પુલ પહેલાવાળા બ્રિજથી એકદમ અડીને આવેલો છે, જેનું નિર્માણ કામ હાલમાં ચીને પુરુ કર્યું હતું.

જો કે, ભારત તરફથી હાલમાં પણ આ પુલને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પણ માનવામા આવી રહ્યું છે કે, ચીનની પીએલએ સેના આવવા અને જવા માટે અલગ અલગ પુલ બનાવી રહી છે. અથવા તો બની શકે છે કે, એક પુલ પગપાળા સૈનિકો માટે અને બીજો પુલ ટેંક, આર્મ્ડ પર્સનેલ કેરિયર અને બીજો મિલિટ્રી વ્કીકલ્સ માટે હોય.

 પૂર્વી લદ્દાથી અડીને આવેલી એલએસી પર ચાલી રહેલા વિવાદની વચ્ચે ચીનની પીએલએ સેના આવી રીતે જ જાન્યુઆરી મહિનામાં પુલ બનાવાનું કમા શરૂ કર્યું હતું અને ફક્ત પાંચ મહિનામાં જ તેને બનાવીને તૈયાર કરી નાખ્યો હતો. આ પુલનો ખુલાસો પણ ઓપન સોર્સ સેટેલાઈટ ઈમેજથી થયો હતો. 

 

(6:57 pm IST)