Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મહારાષ્‍ટ્રમાં પતિએ કરી આત્‍મહત્‍યા : સુસાઇડ નોટમાં લખ્‍યું, ‘પત્‍ની યોગ્‍ય રીતે સાડી નથી પહેરી શકતી'

ઔરંગાબાદ,તા.૧૮:  મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં એક ૨૪ વર્ષીય વ્‍યક્‍તિએ કથિત રીતે તેના ઘરે આત્‍મહત્‍યા કરી જીવન ટુંકાવ્‍યું છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, વ્‍યક્‍તિએ એવો દાવો કરીને આત્‍મહત્‍યા કરી હતી કે તે તેની પત્‍નીથી નાખુશ હતો. મુકુંદવાડી પોલીસ સ્‍ટેશનના એક અધિકારીએ જણાવ્‍યું કે, મુકુંદનગરના રહેવાસી સમાધાન સાબલે સોમવારે પોતાના ઘરે આત્‍મહત્‍યા કરી લીધી.

મુકુંદવાડી પોલીસ સ્‍ટેશનના પ્રભારી બ્રમ્‍હા ગિરીએ જણાવ્‍યું હતું કે, ‘પુરૂષના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે, તેની પત્‍ની યોગ્‍ય રીતે સાડી પહેરી શકતી નથી, ચાલી શકતી નથી કે બોલી શકતી નથી.'

અધિકારીએ વધુમાં જણાવ્‍યું હતું કે, આ વ્‍યક્‍તિએ માત્ર છ મહિના પહેલા જ તેના કરતા છ વર્ષ મોટી મહિલા સાથે લગ્ન કર્યા હતા, વધુ તપાસ ચાલુ છે.

(10:05 am IST)