Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

દિલધડક મેચમાં મુંબઈ સામે હૈદરાબાદનો 3 રને વિજય : હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરતા 193 રન બનાવ્યા જેના સામે મુંબઈ 190 રન જ કરી શકી

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં મુંબઈ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરતા 193 રન બનાવ્યા હતા જેના સામે મુંબઈ 190 રન જ કરી શકી હતી. પરિણામે હૈદરાબાદ 3 રન વિજય થયો હતો.

 સનરાઈઝર્સ હૈદરાબાદની પહેલી વિકેટ ઝડપથી પડી ગઈ હતી. જે બાદ રાહુલ ત્રિપાઠી અને પ્રિયમ ગર્ગ વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી. બંનેએ માત્ર 43 બોલમાં જ 78 રન ફટકાર્યા. આ ભાગીદારી દરમિયાન રાહુલના બેટમાંથી 23 બોલમાં 39 રન બન્યા. ત્રિપાઠીએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા.

(12:14 am IST)