Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અમેરિકામાં ચર્ચમાં હુમલો કરનાર ચીની પ્રવાસી : તાઈવાન પ્રત્યેની નફરતને લીધે ગોળી વરસાવી

એક વ્યકિતએ ઘૂસી જઈ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક વ્યકિતનું મૃત્યુ થયું અને પાંચ વરિષ્ટ નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા

અમેરિકાનાં દક્ષિણ કેલિફોર્નિયામાં રવિવારે એક ચર્ચમાં યોજાઈ રહેલા ભોજન સમારોહમાં અચાનક જ એક વ્યકિતએ ઘૂસી જઈ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક વ્યકિતનું મૃત્યુ થયું હતું અને પાંચ વરિષ્ટ નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલામાં એક ચીની પ્રવાસી નાગરિક પકડાઈ ગયો છે. અધિકારીઓ સમક્ષ તેણે કહ્યું હતું કે તે તાઈવાન પ્રત્યે ધૃણા કરે છે, અને અમેરિકા તૈવાનને સાથ આપે છે. તેથી તેણે આ હુમલો કર્યો હતો

આ ઘટના સંબંધે એક અધિકારીએ જણાવ્યું હતું કે આમ છતાં ચર્ચમાં રહેતા લોકોએ અસામાન્ય વીરતા અને હિંમત દર્શાવી હુમલાખોરને પકડી પાડયો હતો.

ઓરેન્જ કાઉન્ટીના શેરીફ વિભાગે ટિવટ કરી હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાના આરોપસર લાસ વેગાસના ડેવીડ ચાઉ (૬૮) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અંડર શેરિફ જેફ હૈલોકે જણાવ્યું હતું કે તે સંદિગ્ધને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો છે અને ઘટના સ્થળેથી બે હેન્ડ ગ્રેનેડઝ પણ મળી આવ્યા છે.

શેરીફના પ્રવકતા કેરી બ્રાઉને જણાવ્યું હતું કે, આ ગોળીબાર થયો તે સમયે ચર્ચમાં ઉપસ્થિત સમુહમાં મોટાભાગના તાઈવાન વંશીઓ જ હતા. તેઓ રવિવાર સવારની પ્રાર્થના પછી ચર્ચમાં જ આયોજિત એક ભોજન સમારંભમાં ભોજન માટે એકત્રિત થયા હતા. તેમાં ઇરવિન પ્રેસ્બિટેરિયન ચર્ચના ૩૦ થી ૪૦ અનુયાયીઓ હતા. તેમની ઉપર ચીની નાગરિક ડેવીડ ચાઉએ અંધાધૂંધ ગોળીબારો કર્યા હતા. તેથી એકનું મૃત્યુ થયું હતું અને પાંચ વરિષ્ટ નાગરિકોને ઈજા થઈ હતી.

(11:51 pm IST)