Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જમ્મુ કાશ્મીરમાં પૂરી સક્રિયતાથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવો : ગૃહમંત્રીનો સુરક્ષાદળોને નિર્દેશ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો કરવા માટે હવે ઉચ્ચ સ્તરેથી આદેશ છૂટ્યા

નવી દિલ્હી :  જમ્મુ કાશ્મીરમાં હવે આતંકવાદ વિરોધી અભિયાનમાં ઝડપ આવશે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો કરવા માટે હવે ઉચ્ચ સ્તરેથી આદેશ છૂટ્યા છે. 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે આજે એક મોટી બેઠક યોજી હતી. બેઠકમાં અમિતભાઈ  શાહે સુરક્ષા દળોને મોટા આદેશ આપ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રી શાહે એવું જણાવ્યું કે સુરક્ષા દળો અને પોલીસે વધારે સક્રિયતાથી અને પૂરા સમન્વયથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવું જોઈએ તથા જમ્મુ કાશ્મીરને સમૃદ્ધ અને શાંતિપ્રિય રાજ્ય બનાવવાનું પીએમ મોદીનું સપનું પુરુ કરવું જોઈએ

શાહે એવું જણાવ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદનો જડમૂળથી ખાતમો કરી નાખવા સરહદ પારની ઘૂસણખોરી પ્રત્યે ઝીરો ટોલેરેન્સની નીતિ અપનાવવી જોઈએ.  . 

અમિતભાઈ શાહે 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા 17 મેના રોજ સવારે 11 વાગ્ય જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ, કેન્દ્ર સરકારના સચિવો, સીઆરપીએફ, બીએસએફ અને એનઆઈએના ટોચના અધિકારીઓની બેઠક બોલાવી હતી  આ બેઠકમાં ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા બેઠકમાં સામેલ થવા રાજધાની દિલ્હીમાં છે. વરિષ્ઠ અધિકારી જેમ કે જમ્મુ કાશ્મીરના ડીજીપી, મુખ્ય સચિવ ડો અરુણ કુમાર મહેતા, અધિક મુખ્ય સચિવ આરકે ગોયલ, સીઆરપીએફ, બીએસએફ, એનઆઈએના ડિરેક્ટર, કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓ બેઠકમાં સામેલ થશે તેની આશા વ્યક્ત કરાઈ હતી . 

(11:01 pm IST)